SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જેઓ સંસાર છોડી સંયમ સ્વીકારે તે સાધુ. જેઓ સ્પૃહાને છોડે તે સાધુ. જેઓ સાદુ જીવન જીવે તે સાધુ. --- જેઓ સાદુ ખાય, સાદુ પહેરે, સાદુ ઓઢ, સાદુ બોલે અને સીધા ચાલે તે સાધુ. સાધુને નીચેના શબ્દોથી ઓળખી શકાય છે. (૧) સાધુ - સાધુ ભગવંતો હંમેશા મોક્ષસાધક યોગોની સાધના કરતા હોય છે. તેથી તેમને સાધુ કહેવાય છે. (૨) મુનિ - સાધુ ભગવંતો હંમેશા સારા અને ખરાબ પુદ્ગલો અને પ્રસંગોમાં રાગ-દ્વેષ ન કરવા રૂપ મૌનને ધારણ કરે છે. તેમજ તેઓ હંમેશા જગતના સ્વરૂપનું મનન કરે છે એટલે કે વિચાર કરે છે. તેથી તેમને મુનિ કહેવાય છે. (૩) સંયમી - સાધુ ભગવંતો હંમેશા ઇન્દ્રિયો અને મનને નિયંત્રણમાં રાખવા રૂપ સંયમને પાળે છે. તેથી તેમને સંયમી કહેવાય છે. (૪) શ્રમણ - સાધુ ભગવંતો હંમેશા મોક્ષ માટે શ્રમ કરે છે એટલે કે મહેનત કરે છે. તેથી તેમને શ્રમણ કહેવાય છે. (૫) નિર્ચન્થ - સાધુ ભગવંતો બહારની અને અંદરની ગાંઠો વિનાના છે. તેથી તેને નિર્ચન્થ કહેવાય છે. બહારની ગાંઠ નવ પ્રકારની છે – (૧) ક્ષેત્રજમીન, (૨) વાસ્તુ-મકાન વગેરે, (૩) સોનું, (૪) ચાંદી, (૫) ધન, (૬) અનાજ, (૭) દાસી-દાસ, (૮) પશુ-પંખી અને (૯) વાસણ વગેરે ઘરવખરી. અંદરની ગાંઠ ચોદ પ્રકારની છે – (૧) મિથ્યાત્વ - જિનેશ્વર ભગવાનના વચનો પર અશ્રદ્ધા, (૨) ક્રોધ-અપ્રીતિ-અરુચિ, (૩) માન-પોતાની મોટાઇ-બીજાની હલકાઇ, (૪) માયા-અંદરથી જુદુ-બહારથી જુદુ, (પ) લોભતૃષ્ણા-ન હોય તે મેળવવાની ઇચ્છા, આસક્તિ-હોય તે ન છોડવાની ઇચ્છા, (૬) હાસ્ય, (૭) શોક, (૮) રતિ-પૌદ્ગલિક પ્રીતિ, (૯) અરતિ-પોદ્ગલિક અપ્રીતિ, (૧૦) ભય, (૧૧) જુગુપ્સા, (૧૨) પુરુષવેદ-સ્ત્રીને ભોગવવાની ઇચ્છા, (૧૩) સ્ત્રીવેદ-પુરુષને ભોગવવાની ઇચ્છા, (૧૪) નપુંસકવેદ-સ્ત્રીપુરુષ બન્નેને ભોગવવાની ઇચ્છા. (૬) ભિક્ષુ - સાધુ ભગવંતો ભિક્ષા દ્વારા ભોજન મેળવી પોતાના શરીરને ટકાવે છે. તેથી તેને ભિક્ષુ કહેવાય છે. ગાય ઉપર ઉપરનું ઘાસ ખાય ગુરુ ભક્તિ
SR No.023299
Book TitleSamarpanam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy