________________
આપણો સંબંધ બંધાઇ જ જાય. પરમાત્મા અને ધર્મ સાથેના આપણા સંબંધમાં ગુરુ કારણભૂત છે. કોઇ મોટા ઓફિસરની ઓળખાણ કરાવી આપણું કામ પાર પાડવામાં આપણને સહાય કરનારાના ઉપકારને આપણે ભૂલતાં નથી તો સંસારસાગરથી પાર ઉતારનારા પરમાત્મા અને ધર્મની ઓળખાણ કરાવી આપણને મોક્ષે જવામાં સહાય કરનારા ગુરુના ઉપકારને આપણે શી રીતે ભૂલી શકીએ ? ગુરુ દેવતત્ત્વ અને ધર્મતત્ત્વની ઓળખાણ કરાવતા હોવાથી જ તત્ત્વત્રયીમાં ગુરુતત્ત્વનું સ્થાન દેવતત્ત્વ અને ધર્મતત્ત્વની વચ્ચે છે.
(૭) ગુરુ એ ધર્માચાર્ય છે સંસારના ભોગવિલાસોમાં ગળાડૂબ રહેનારા એવા આપણને ધર્મ પમાડનારા ગુરુ છે. માટે ગુરુ ધર્માચાર્ય પણ કહેવાય છે.
(૮) પાંચ મહાવ્રતો અને છઠ્ઠા રાત્રિ ભોજનવિરમણ વ્રતને ધારણ કરે તે ગુરુ - ગુરુ પાંચ મહાવ્રતોને અને રાત્રિભોજનવિરમણવ્રતને ધારણ કરે છે. તે આ પ્રમાણે -
૧. સર્વથા પ્રાણાતિપાતવિરમણ મહાવ્રત
જીવનભર માટે બધા જીવોની
જીવનભર માટે બધા પ્રકારના અસ
જીવનભર માટે બધા પ્રકારની
ચોરીનો ત્યાગ.
સર્વથા મૈથુનવિરમણ મહાવ્રત જીવનભર માટે બધા પ્રકારના મૈથુ
નનો ત્યાગ.
સર્વથા પરિગ્રહવિરમણ મહાવ્રત - જીવનભર માટે બધા પ્રકારના પરિગ્રહનો ત્યાગ.
સર્વથા રાત્રિભોજનવિરમણ વ્રત જીવનભર માટે બધા પ્રકારના રાત્રિભોજનનો ત્યાગ.
આમ ગુરુ આવી ભીષ્મ પ્રતિજ્ઞાઓને ધારણ કરે છે. ગુરુ જીવનભર આ મહાવ્રતોનો ભાર થાક્યા કે મૂક્યા વિના ઉંચકે છે. સામાન્ય માણસ માટે આ પ્રતિજ્ઞાઓ એક દિવસ માટે પણ પાળવી મુશ્કેલ છે. આમ આ કાળમાં આવું દુષ્ક૨ કાર્ય કરનારા ગુરુ આપણા કરતા અનેકગણા ચઢીયાતા છે. માટે તેમની ખૂબ ભક્તિ ક૨વી અને આશાતના ટાળવી.
૨.
૩.
૪.
૫.
૬.
બધા પ્રકારની હિંસાનો ત્યાગ.
સર્વથા મૃષાવાદવિરમણ મહાવ્રત
ત્યનો ત્યાગ.
સર્વથા અદત્તાદાનવિરમણ મહાવ્રત
-
-
ગુરુ ભક્તિ