________________
માન એ ભારતનું બહુમાન છે અને ભારતના પ્રતિનિધિનું અપમાન એ ભારતનું અપમાન છે. ક્રિકેટની મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ભારતના અગ્યાર ખેલાડીઓ જીતે એટલે ભારત જીત્યું એમ કહેવાય અને એ ખેલાડીઓ હારે એટલે ભારત હાર્યું એમ કહેવાય. એ જ રીતે ગુરુ એ પરમાત્માના પ્રતિનિધિ છે. મોક્ષમાં જતી વખતે પરમાત્મા ગુરુને પોતાના પ્રતિનિધિ બનાવી ગયા છે. ગુરુ પરમાત્માની આજ્ઞા મુજબ ચતુર્વિધ સંઘનું સંચાલન કરે છે. ગુરુ પરમાત્માના પ્રતિનિધિ હોવાથી ગુરુની આરાધના એ પરમાત્માની આરાધના છે અને ગુરુની આશાતના એ પરમાત્માની આશાતના છે. માટે ગુરુને પરમાત્માના પ્રતિનિધિ માની તેમના પણ પરમાત્મા જેવા ભક્તિ-બહુમાન કરવા.
(૪) હિતનો ઉપદેશ આપે તે ગુરુ - જેનાથી આપણા આત્માનું કલ્યાણ થાય તેવી હિતકારી બાબતો ગુરુ આપણને સમજાવે છે. આપણા જીવનમાં થતી અહિતકારી પ્રવૃત્તિઓને ગુરુ અટકાવે છે.
(૫) ગુરુ મોક્ષમાર્ગના ભોમિયા છે ભોમિયો રસ્તાનો જાણકાર હોય છે. લાંબા-ટૂંકા રસ્તાને તે જાણે છે. રસ્તામાં આવનારા ભયસ્થાનો, મુશ્કેલીઓ વગેરેને તે જાણે છે. તેથી પોતાની સાથે આવનારાઓને તે સુક્ષિત રીતે ઇષ્ટ સ્થાન સુધી પહોંચાડે છે. ભોમિયાની સોબત કરનારો ક્યારેય ભુલો નથી પડતો. તે ઇષ્ટ સ્થાને જલ્દીથી પહોંચી જાય છે. ગુરુ એ મોક્ષમાર્ગના ભોમિયા છે. તેમણે શાસ્ત્રો ભણીને મોક્ષમાર્ગને બરાબર જામ્યો છે.
ક્યા સંયોગોમાં શું કરવું ? એ બધું તેઓ જાણે છે. મોક્ષ જવાના લાંબા-ટૂંકા રસ્તા તેઓ જાણે છે. મોક્ષમાર્ગે ચાલતા આવતા વિદ્ગો, મુશ્કેલીઓ વગેરે અને તેમને નિવારવાના ઉપાયો તેઓ જાણે છે. માટે મોક્ષે જવાની ઇચ્છાવાનાએ ગુરુને ભોમિયા માની તેમની સૂચના મુજબ જ મોક્ષમાર્ગે પ્રસ્થાન કરવું. તેથી તે ક્યાંય ભૂલો પડતો નથી, ક્યાંય અટવાતો નથી અને સુરક્ષિત રીતે જલ્દીથી મોક્ષે પહોંચે છે.
(૫) પરમાત્મા અને ધર્મની ઓળખાણ કરાવનાર ગુરુ છે - ગુરુ આપણને પરમાત્માની ઓળખાણ કરાવે છે. ગુરુ આપણને પરમાત્માનું મહત્વ સમજાવે છે. પરમાત્માની ગેરહાજરીમાં ધર્મનું સ્વરૂપ પણ ગુરુ જ આપણને સમજાવે છે. ગુરુ સાથે સંબંધ બાંધીએ એટલે પરમાત્મા અને ધર્મ સાથે
સમર્પણમ્