________________
(૯) પંન્યાસ ચન્દ્રશેખરવિજયજી મહારાજ : ગુરુને પ્રસન્ન કરવા શિષ્ય બધું જ કરી છૂટવું જોઇએ. આ વિષયમાં પંન્યાસ ચન્દ્રશેખરવિજયજી મહારાજનું દ્રષ્ટાંત જાણવા યોગ્ય છે.
ચન્દ્રશેખરવિજયજીના અભ્યાસથી પ્રેમસૂરિ મહારાજ ખૂબ ખુશ થતા. તેથી ગુરુદેવને ખુશ કરવા તેઓ ખૂબ ભણતાં. એકવાર ડોકટ૨ને પૂછીને તેમણે ઊંઘ ન આવે તેવી ગોળીઓ મંગાવી લીધી. રોજ એ ગોળીઓ લઇને રાત્રે પણ તેઓ ભણતાં. આવી રીતે જરાય ઊંઘ્યા વિના એક મહિના સુધી તેઓ રાતદિવસ સતત ભણ્યા. તેથી ગુરુદેવ ખૂબ પ્રસન્ન થયા. ગુરુદેવને પ્રસન્ન કરવા તેમણે પોતાની ઊંઘ પણ છોડી દીધી.
ગુરુદેવની છેલ્લી અવસ્થામાં તેમણે પોતાનું બધું ભણવાનું મૂકી દીધું અને ચોવીશ કલાક ગુરુદેવની સેવામાં લાગી ગયા. ગુરુદેવના દવા, અનુપાન, ગોચરી, પાણી લાવવા-વપરાવવાનું તેઓ સંભાળતાં. ગુરુદેવને માથામાં પીડા થતી, એટલે ચન્દ્રશેખરવિજયજી કોપરેલ તેલથી ગુરુદેવના માથે માલીશ કરતાં. ગુરુદેવને ઊંઘ ન આવે ત્યાં સુધી કલાક-દોઢ કલાક-બે કલાક તેઓ માલીશ કરતાં. તેમાં તેઓ થાકતાં નહી. પોતાના થાકનો વિચાર કર્યા વિના તેઓ એકમાત્ર ગુરુદેવને સાતા આપવાનું ઝંખતા. તેઓ અલકાલકની વાતો કરી ગુરુદેવને ખુશ રાખતાં. તેઓ ગુરુદેવને કહેતાં, ‘આપ આપની બધી ઇચ્છાઓ મને કહી દો. હું આપની બધી ઇચ્છાઓ પૂરી કરીશ. આપ જરાય ચિંતા કરશો નહીં.'
આમ ચન્દ્રશેખરવિજયજી બધી રીતે ગુરુદેવને પ્રસન્ન કરવા પ્રયત્ન કરતાં. તેમણે કરેલી ગુરુભક્તિના પ્રભાવે તેઓ અજોડ પ્રવચનકાર અને અનેક શિષ્યોના ગુરુ બન્યા.
(૧૦) પૂજ્ય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ : ગુરુનું બધું કાર્ય સંભાળી લેવું અને તેમને ચિંતામુક્ત કરવા એ પણ ગુરુભક્તિ છે. જે ગુરુને ચિંતામુક્ત કરે છે તે બધી ચિંતાઓથી મુક્ત થાય છે. જે ગુરુને ચિંતાતુર કરે છે તેને ચિંતાઓ કોતરી ખાય છે. આ વિષયમાં મારા ગુરુદેવ પૂજ્ય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનું ઉદાહરણ જાણવા જેવું છે.
પૂજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજનું અંતિમ ચાતુર્માસ ખંભાતમાં હતું. ત્યારે ત્યાં ઘણા સાધુઓ હતા. તે વખતે બધા મહાત્માઓની ગોચરી, પાણી
ગુરુ ભક્તિ
૮૪