________________
આમ સમાન પર્યાયવાળા અને સહદીક્ષિત ગુરુની પણ પવિજયજીએ અજોડ ભક્તિ કરી. અન્ય શિષ્યોએ પણ ગુરુદેવની આવી ભક્તિ કરવી.
(૮) પૂજ્ય જયઘોષસૂરીશ્વરજી મહારાજઃ ગુરુ પ્રત્યે ભક્તિભાવવાળો શિષ્ય પોતાનો વિચાર નથી કરતો, પણ ગુરુનો જ વિચાર કરે છે. આ સંબંધમાં પૂજ્ય જયઘોષસૂરીશ્વરજી મહારાજનું ઉદાહરણ જાણવા જેવું છે.
એકવાર પ્રેમસૂરિ મહારાજા શિષ્યવૃંદ સાથે એક ગામમાં પધાર્યા. બપોરે સાધુઓ ગોચરી લાવ્યા. બધા વાપરવા બેઠા. પ્રેમસૂરિ મહારાજ સાત મિનિટમાં એકાસણું કરતા હોવાથી તેમનું વાપરવાનું જલ્દી પતી ગયું. વાપર્યા પછી તેમનો અંડિલભૂમિ જવાનો નિયમ હતો. જે બાજુ વિહાર હતો તે બાજુ જ તેઓ સ્પંડિલભૂમિએ ગયેલા. નજીકમાં જગ્યા ન મળતા થોડે દૂર જવું પડ્યું. સાંજના વિહારનું અડધું અંતર કપાઇ ગયેલું. તેથી તેમણે એક શ્રાવકને કહ્યું, ‘તમે ગામમાં રહેલા અમારા સાધુઓને કહેજો કે ગુરુદેવ આગળ ગયા છે. તમે બધા ઉપધિ બાંધીને આવી જજો.” આમ કહી તેઓ ધીમે ધીમે ચાલવા લાગ્યા. શ્રાવક ઉપાશ્રયે આવી સાધુઓને સમાચાર આપ્યા. તે સાંભળી તાવગ્રસ્ત જયઘોષવિજયજી મહારાજ તરત ઊભા થઈ ગયા. કામળી-દાંડો લઈને નીકળી ગયા. અન્ય સાધુઓને પોતાની ઉપાધિ લેતા આવવાનું કહી ઝડપથી ચાલી તેઓ ગુરુદેવની સાથે થઇ ગયા.
થાણામાં ભુવનભાનુસૂરિ મહારાજને દૂધનો પ્રયોગ ચાલતો હતો. આખો દિવસ માત્ર દૂધ પર રહેવાનું. ત્યારે થાણામાં ઘરો ઓછા અને છૂટાછવાયા હતા. જયઘોષવિજયજી બે કલાક સુધી ફરીને ગુરુદેવ માટે પૂરતા પ્રમાણમાં દૂધ લઇ આવતા.
પૂ. જયઘોષવિજયજીએ પિતા મહારાજ પૂ.ધર્મઘોષવિજયજીની માંદગીમાં તેમની પણ ખૂબ સેવા કરેલી. તેમણે સાધુઓની પણ ગોચરી-પાણીથી ખૂબ ભક્તિ કરેલી.
ગુરુભક્તિ અને સાધુભક્તિના પ્રભાવે આજે તેઓ બહુશ્રુત અને ગચ્છાધિપતિ બન્યા છે. જે ગુરુનું ધ્યાન રાખે છે તેનું ધ્યાન કુદરત રાખે છે. જે માત્ર પોતાનો જ વિચાર કરે છે તેનું ધ્યાન કોઇ રાખતું નથી. માટે શિષ્યોએ અન્ય વિચારોને પડતાં મૂકી એકમાત્ર ગુરુભક્તિમાં પોતાની બધી શક્તિનો ઉપયોગ કરવો. સમર્પણ