SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક શિષ્યોના ગુરુ બન્યા અને અઢીસો સાધુઓના ગચ્છાધિપતિ બન્યા. ગુરુભક્તિના પ્રભાવે તેઓ ખૂબ મહાન બન્યા. અન્ય શિષ્યોએ પણ આવી જ રીતે ઉલ્લાસપૂર્વક ગુરુભક્તિ કરવી. (૭) પંન્યાસ પદાવિજયજી મહારાજ ઃ શિષ્ય પ્રતિકૂળતા સહન કરીને પણ ગુરુની ભક્તિ કરવી જોઇએ. આ વિષયમાં પૂજ્ય પંન્યાસ પદાવિજયજી મહારાજાનું દ્રષ્ટાંત જાણવા યોગ્ય છે. કાંતિલાલ અને પોપટલાલ સગા ભાઇઓ હતા. દીક્ષા લઇ તેઓ ભાનવિજયજી અને પવિજયજી બન્યા. ભાનુવિજયજી, પ્રેમસૂરિ મહારાજના શિષ્ય બન્યા અને પવિજયજી, ભાનુવિજયજીના શિષ્ય બન્યા. સગા ભાઇ હોવા છતાં અને સાથે દીક્ષા થઇ હોવા છતાં દીક્ષા વખતે ગુરુ-શિષ્યનો જે સંબંધ નક્કી થયો તેને પવિજયજી જીવનભર સમર્પિત રહ્યા. તેઓ ભાનવિજયજીની એક અદના સેવકની જેમ સેવા કરતાં. એકવાર ગુરુ-શિષ્યએ મહાનિશીથસૂત્રના જોગ સાથે કર્યા. તેમાં એકદિવસ ભાનુવિજયજીના ઉપરના પાતરામાં રહેલું કરિયાતું નીચેના રોટલીના પાતરામાં ઢોળાઇ ગયું; એટલે બધી રોટલીઓ કરીયાતાવાળી થઇ ગઇ. જોગમાં ગોચરી પરઠવે તો દિવસ પડે. પદ્યવિજયજીએ કહ્યું કે, “એ બધું હું વાપરી જઇશ. આપના માટે નવી ગોચરી લઇ આવું છું.” એમ કહી તેઓ ગુરુદેવ માટે નવી ગોચરી લાવ્યા અને ગુરુદેવને તે વપરાવી. પોતે કરિયાતાવાળી ઠંડી થયેલી ગોચરી વાપરી. પવવિજયજી પોતે સારું પ્રવચન આપી શકતા હોવા છતાં ગુરુદેવના પ્રવચનો ખૂબ ઉલ્લાસથી સાંભળતા. પવિજયજીને ગળાનું કેન્સર થયેલું. એકવાર ગુરુદેવ ભાનુવિજયજીએ સુરેન્દ્રનગરમાં એક વૈદ્યની દવા તેમને ચાલુ કરાવી. આ બાજુ વૈદ્યની દવા ઊંધી પડી, તકલીફ વધી ગઇ. છતાં તેમણે દવા ન છોડી. શ્રાવકોએ દવા છોડી દેવા આગ્રહ કર્યો. ત્યારે પવિજયજી બોલ્યા, “ગુરુદેવે દવા શરૂ કરાવી છે, ગુરુદેવને પૂછયા વિના દવા કેમ છોડાય ?' તરત શ્રાવકોએ પાલીતાણા રહેલ ગુરુદેવને પૂછાવ્યું. ગુરુદેવે દવા છોડી દેવાનો સંદેશો મોકલ્યો, પછી જ પદ્યવિજયજીએ દવા છોડી. ગુરુ ભક્તિ
SR No.023299
Book TitleSamarpanam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy