SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ વંદન કરવું તે, અથવા આંગળી વગેરેથી તર્જના કરીને વંદન કરવું તે. (૨૦) શઠ – “વંદન કરીશ તો સાધુઓમાં અને શ્રાવકોમાં વિશ્વાસનું સ્થાન બનીશ” એમ વિચારીને ભાવ વિના પણ માયા-કપટથી વંદન કરવું તે, અથવા માંદગી વગેરેનું બહાનું કાઢી વિધિપૂર્વક વંદન ન કરવું તે. (૨૧) હીલિત - “હે ગુરુ ! આપને વંદન કરવાથી શું ?' વગેરે અવજ્ઞા કરીને વંદન કરવું તે. (૨૨) વિપરિકુંચિત - વંદનમાં વચ્ચે આડી-અવળી વિકથા વગેરે વાતો કરવી તે. (૨૩) ઇષ્ટદષ્ટ – ઘણા સાધુઓ વંદન કરતાં હોય ત્યારે કોઇ સાધુની આડમાં રહીને વંદન કરવું તે, અથવા અંધારામાં ગુરુ ન જુવે ત્યારે વંદન ન કરે, ગુરુ જુવે એટલે તરત વંદન કરે તે. (૨૪) શૃંગ - આવર્ત વખતે બે હાથ મસ્તકના મધ્યભાગે અડાડવાની બદલે લમણાના બે ભાગોમાં અડાડે તે. (૨૫) કર – વંદન કરવું એ ભગવાનનો કે ગુરુનો કરે છે એમ માનીને વંદન કરવું તે. (૨૬) કરમોચન - “સાધુ થવાથી લૌકિક કરથી તો છૂટ્યા, પણ અરિહંતરૂપી રાજાના વંદન કરવા રૂપ કરથી હજી છૂટ્યા નથી' એમ વિચારી કર ચૂકવવા જેવું સમજીને વંદન કરવું તે. (૨૭) આશ્લિષ્ટ-અનાશ્લિષ્ટ – આવર્ત વખતે બે હાથ રજોહરણને અને મસ્તકને અડે ન અડે તે રીતે વંદન કરવું તે. અહીં ચાર ભાંગા છે – (૧) બે હાથ રજોહરણને સ્પર્શ અને મસ્તકને સ્પર્શે. (૨) બે હાથ રજોહરણને ન સ્પર્શ અને મસ્તકને સ્પર્શે. (૩) બે હાથ રજોહરણને સ્પર્શે અને મસ્તકને ન સ્પર્શ. (૪) બે હાથ રજોહરણને ન સ્પર્શ અને મસ્તકને ન રૂ. આમાં પહેલો ભાગો શુદ્ધ છે. બાકીના ભાંગા અશુદ્ધ છે. (૨૮) જૂન - વંદનસૂત્રના અક્ષર, પદ, વાક્ય વગેરે ઓછા બોલે, આવશ્યક ઓછા કરે તે. (૨૯) ઉત્તરચૂડ – વંદન ર્યા પછી ખાસ જણાવવા માટે મોટે અવાજે “મયૂએણ વંદામિ' ચૂલિકારૂપે કહેવું તે. ગુરુ ભક્તિ
SR No.023299
Book TitleSamarpanam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy