SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ લાભ નથી કરી આપતા,” “સાધુ સમાજ પર બોજારૂપ છે”, “સાધુપણામાં તો ભાઇ જલસા-મફતનું ખાવાનું અને મફતનું રહેવાનું'. - આવા વાણી-વિચાર સાધુ પ્રત્યે અનાદર, તોછડાઇ, અહત્વ વગેરેને સૂચવે છે. સાધુ ભગવંતો માટે ઉપર જણાવેલા કુતર્કો કરનારાઓને જવાબ સાધુઓ ઇન્દ્રોને પણ પૂજ્ય છે. તેઓ માત્ર વર્તમાનકાળના નહી, ત્રણે કાળના જાણકાર છે. તેઓ જગતના જીવોની વિવિધ આધિ, વ્યાધિ, ઉપાધિને સમજે છે. તેઓ ભગવાને કહેલાનો જ ઉપદેશ કરે છે. તેઓ શક્ય વસ્તુનો જ ઉપદેશ કરે છે. તેઓએ સંસારનો ત્યાગ કરવાનું મહાન પરાક્રમ કર્યું છે. તેઓ બ્રહ્મચર્ય-અહિંસા વગેરે ગુણમય, મહાન, પવિત્ર જીવન જીવે છે. તેથી તેઓ સંસારના, બાયડીના ગુલામ, વિષયના કિડા અને હિંસા વગેરે પાપો કરનારા સંસારી ગૃહસ્થો કરતાં અનંતગુણ ઊંચા છે. એમના વંદન, વિનય, ભક્તિ વગેરે કરવાને બદલે અનાદર, રોફ, અવગણના વગેરે કરનારા જીવો મોહમૂઢ અને અજ્ઞાનરૂપી પિશાચથી ગ્રસાયેલા છે. ગુરુને વંદન કર્યા વિના પચ્ચકખાણ કે એક ગાથા પણ ન લેવાય. પચ્ચકખાણ માંગતી વખતે તેમને પચ્ચખાણ આપવા ઓર્ડર ન કરવો પણ વિનંતિ કરવી. ટુંકમાં, ગુરુના અવ્વલ નંબરના સેવક બનીને રહેવાનું. જેમ ગુરુની આશાતનાઓ છે તેમ ગુરુ સ્થાપનાની પણ આશાતનાઓ છે. તે ત્રણ પ્રકારની છે (૧) જઘન્ય આશાતના સ્થાપનાચાર્યજીને પગ લગાડવો, ચળવિચળ કરવા તે. (૨) મધ્યમ આશાતના ઃ સ્થાપનાચાર્યજીને ભૂમિ ઉપર પાડવા, અવજ્ઞાથી જેમ-તેમ મૂકવા તે. (૩) ઉત્કૃષ્ટ આશાતના સ્થાપનાચાર્યજીનો નાશ કરવો તે. આ બધી આશાતનાઓથી ભયંકર કર્મો બંધાય છે. તે કર્મો ઉદયમાં આવે ત્યારે જીવોને સંસારમાં રખડાવે છે. શાસ્ત્રમાં સમ્યકત્વપ્રાપ્તિનું ઉત્કૃષ્ટ અંતર એટલે કે એકવાર સમ્યક્ત્વ આવીને ચાલ્યું જાય તે પછી મોડામાં મોડું ફરીથી સમ્યકત્વ પ્રાપ્ત થવાનો કાળ દેશોન અર્ધ પુદ્ગલપરાવર્તકાળ કહ્યો છે. નવું ૪૪ ) ગુરુ ભક્તિ
SR No.023299
Book TitleSamarpanam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy