________________
ગુરુવંદન કોને કરવું ?
ગુરુવંદન આચાર્ય વગેરે પાંચ સુગુરુઓને ક૨વું. આચાર્ય વગેરે પાંચ સુગુરુઓનું સ્વરૂપ આ પ્રમાણે છે .
-
(૧) આચાર્ય - ગણના નાયક, સૂત્ર-અર્થના જાણકા૨ અને અર્થની વાચના આપનાર તે આચાર્ય.
(૨) ઉપાધ્યાય ગણના નાયક થવાને યોગ્ય (નાયક સમાન), સૂત્ર-અર્થના જાણકા૨ અને સૂત્રની વાચના આપનાર તે ઉપાધ્યાય.
(૩) પ્રવર્તક - સાધુઓને તપ, સંયમ વગેરે યોગોમાં યથાયોગ્ય રીતે પ્રવર્તાવે અને ગચ્છની ચિંતા કરે તે પ્રવર્તક.
(૪) સ્થવિર - પ્રવર્તકે સાધુઓને જે તપ, સંયમ વગેરે યોગોમાં પ્રવર્તાવ્યા હોય તેમાં સીદાતા (ઉત્સાહ વિનાના) સાધુઓને આલોક-પરલોકના નુકસાનો બતાવીને તે તે યોગમાં સ્થિર કરે તે સ્થવિર. તે ત્રણ પ્રકારના છે. (૧) જ્ઞાનસ્થવિર - બહુશ્રુત હોય તે.
(૨) વયસ્થવિર - ૬૦ વર્ષથી વધુ ઉંમરવાળા હોય તે.
(૩) પર્યાયસ્થવિર - ૨૦ વર્ષથી વધુ દીક્ષાપર્યાયવાળા હોય તે. (૫) રત્નાધિક - દીક્ષાપર્યાયમાં મોટા હોય તે રત્નાધિક. તેમને ગણાવચ્છેદક પણ કહે છે. તે ગચ્છના કાર્ય માટે, ક્ષેત્ર-ઉપધિ વગેરેના લાભ માટે વિહા૨ ક૨ના૨ા હોય છે અને સૂત્ર-અર્થના જાણકાર હોય છે.
આ પાંચેને અનુક્રમે વંદન ક૨વું. અથવા કેટલાક એમ કહે છે કે પહેલા આચાર્યને વંદન કરવું, પછી રત્નાધિકના ક્રમે વંદન કરવું.
આચાર્ય વગેરે ચાર દીક્ષાપર્યાયથી નાના હોય તો પણ કર્મની નિર્જરા માટે તેમને વંદન કરવું.
ગુરુવંદન કોને ન કરવું ?
પાર્શ્વસ્થ વગેરે પાંચ કુગુરુઓને વંદન ન કરવા. પાર્શ્વસ્થ વગેરે પાંચ કુગુરુઓનું સ્વરૂપ આ પ્રમાણે છે -
(૧) પાર્શ્વસ્થ - જે સાધુઓ જ્ઞાન, દર્શન, ચારિત્રની પાસે રહે, પણ તેમની આરાધના ન કરે તે પાર્શ્વસ્થ, અથવા જે સાધુઓ કર્મબંધના હેતુરૂપ
સમર્પણમ
૨૩