SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ (વૈયાવચ્ચ પર ભવનતિલક મુનિનું દ્રષ્ટાંત ] કુસુમપુરમાં ધનદ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેનો ભુવનતિલક નામે પુત્ર હતો. પૂર્વભવમાં તેણે સાધુઓ ઉપર દ્વેષ કરી, તેમને હેરાન કરી અશુભ કર્મ બાંધ્યું હતું. તેનાથી તે સંસારમાં ઘણું ભમીને ભુવનતિલક રાજકુમાર થયો હતો. તે અશુભકર્મોદયે તેને ભયંકર રોગ થયો. તે કર્મનો ક્ષય થતાં તે રોગમુક્ત થયો. તેણે ચારિત્ર લીધું. તે ગીતાર્થ થયા. પૂર્વે કરેલા મહાઘોર સાધુદ્વેષને યાદ કરીને તેમણે બધા સાધુઓની વૈયાવચ્ચ કરવાનો નિયમ લીધો. પછી સૂર્યોદયથી પ્રતિદિન માંડીને તે આચાર્ય, ગ્લાન, બાળ અને વૃદ્ધ વગેરે સાધુ ભગવંતોને જેને આહાર, પાણી, ઔષધ વગેરે જે કાંઇ જોઇતું હોય તેને તે લાવીને આપે છે. આ પ્રમાણે આખો દિવસ તે વૈયાવચ્ચ કરે છે. આંખના પલકારા જેટલા સમય માટે પણ તેમને આરામ મળતો નથી. ગુરુ તેની અનુમોદના કરે છે, “પૂર્વભવમાં સાધુપ્રઢેષરૂપી પાણીથી વધારેલા સંસારવૃક્ષને વૈયાવચ્ચભક્તિરૂપી તીક્ષ્ણ કુહાડીથી તેં મૂળથી છેદી નાંખ્યો છે. રાજવૈભવ છોડીને દીક્ષા લઇને રંક સાધુઓની આ પ્રમાણે વૈયાવચ્ચ કરવી અતિદુષ્કર છે.' છતાં તે મુનિ મધ્યસ્થ રહે છે. તે પોતાની પ્રતિજ્ઞાને અખંડ રીતે પાળે છે. તેમના દિવસો વૈયાવચ્ચમાં પસાર થાય છે. ઇન્દ્ર અને દેવો પણ અનેકવાર તેમની પ્રશંસા કરે છે. છતાં તેમને જરાય અભિમાન આવતું અથી. તેમના શુભ ભાવો વધે છે. ૮ લાખ પૂર્વનું આયુષ્ય પાળી અંતે પાદપોપગમન અનશન કરી શુભભાવથી કેવળજ્ઞાન પામી સર્વકર્મનો ક્ષય કરી તેઓ મુક્તિસુખને પામે છે. આમ વૈયાવચ્ચના પ્રભાવે ભુવનતિલક મુનિની દેવો અને ઇન્દ્રો પ્રશંસા કરતા હતા અને તેમની મુક્તિ થઇ. વૈયાવચ્ચનો આ પ્રભાવ જાણીને વૈયાવચ્ચમાં ઉદ્યમશીલ બનવું. 'વૈયાવચ્ચ પર બાહુમુનિ-સુબાહુમુનિનું દ્રષ્ટાંત ગૃહસ્થાવસ્થામાં રાજકુમારો હોવા છતાં સામાન્ય અથવા દરિ પરિવારમાંથી દીક્ષિત મહાત્માઓની ગોચરી-પાણી વગેરેથી કરેલી વૈયાવચ્ચથી બંધાયેલા પુણ્યથી બાહુમુનિનો જીવ ભરત ચક્રવર્તી થયા. તેમને વિપુલ ભોગસામગ્રી મળી. તેમને છ ખંડનું સામ્રાજ્ય મળ્યું. સુબાહુમુનિનો જીર ન્ ૭૦ ગુરુ ભક્તિ
SR No.023299
Book TitleSamarpanam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy