________________
અંધારામાં ન દેખાતા ખાડાને કારણે પગ વાંકોચૂંકો થવાથી ગુરુ ડાંડાનો મારમારી લોહીલુહાણ કરી નાખે, છતાં ઉત્કૃષ્ટ ગુરુભક્તિથી શિષ્ય કેવળજ્ઞાન મેળવી લીધું. પોતાની નહિવત્ ભૂલ છતાં ઠપકો આપનાર ચંદનબાળાજી પ્રત્યે અહોભાવ
અને ક્ષમાયાચનાની તીવ્ર ભાવનાથી મૃગાવતીજી કેવળજ્ઞાન પામી ગયા.... • સાધુજીવનની આચારસંપન્નતાથી સાવ રહિત એવા પણ ગુરુને બહુમાનપૂર્વક
ઉપાસી રહેલા પંથકમુનિએ પોતાનું અને ગુરુનું જીવન અજવાળી દીધું. મોક્ષ માટે ગુરુ સર્વગુણસંપન્ન ન જોઇએ, મનમાં ગુરુની છાપ સર્વગુણસંપન્નની
જોઇએ. • અર્જુન પ્રત્યે પક્ષપાતી ગુરુ પ્રત્યે પણ મનમાં સમર્પણ જીવંત રાખ્યું તો એકલવ્ય
સવાયો ધનુર્ધર થયો. • સાધુઓની ઉછળતી ભક્તિ કરીને અને ઘીથી ખરડાયેલા પાત્રને પોતાની કિંમતી સાડીથી લૂછીને અનુપમાદેવી બીજા ભવે બાલવયમાં કેવળજ્ઞાની બની ગયા. પૂ. આ. હરિભદ્રસૂરિ મ. ની રાત્રે પણ શાસ્ત્રસર્જનયાત્રા ચાલુ રાખવાની ભાવના પરિપૂર્ણ કરવા લલ્લિગે ખૂબ મોટી રકમ (પ્રાયઃ મોટા ભાગનું ધન) ખર્ચીને રાત્રે પ્રકાશ આપતું રત્ન ઉપાશ્રયમાં લગાવ્યું અને ગુરુની પ્રસન્નતાને વધારી.
આમ જેણે જેણે ગુરુભક્તિ કરી તે બધાને એકાંતે લાભ થયો છે. તે બધાનું એકાંતે કલ્યાણ થયું છે. તે બધાએ પોતાના જન્મ અને જીવનને સફળ કર્યા છે. અમુકના દ્રષ્ટાંતો જ અમે ઉપર ટાંક્યા છે. બાકી શાસ્ત્રમાં આવા અઢળક દ્રષ્ટાંતો આલેખાયેલા છે. બીજી આરાધના ઓછી-વતી હોય તો હજી ચાલે, પણ ગુરુભક્તિ વિના તો ન જ ચાલે. ગુરુબહુમાન વિના કોઇનો મોક્ષ થયો નથી, થતો નથી અને થવાનો નથી. ગુરુબહુમાન એ મોક્ષનું દ્વાર છે. પંચસૂત્રમાં કહ્યું છે, 'માયો ગુરુવકુમાળો, ગવંવરબ્લેિખ | ગુરુબહુમાન એ જ મોક્ષ છે, કેમકે ગુરુબહુમાન એ મોક્ષનું અવંધ્ય સફળ કારણ છે. ગુરુબહુમાન હોય તો મોક્ષ થાય. ગુરુબહુમાન ન હોય તો મોક્ષ ન થાય.
ભક્તિ