________________
ગુરુકુલવાસ
મોક્ષમાર્ગ બતાવે તે ગુરુ. તેમનું કુલ એટલે શિષ્ય-પ્રશિષ્ય વગેરે પરિવાર. તેમાં વાસ એટલે રહેવું. ગુરુકુલમાં રહેવું તે ગુરુકુલવાસ. ગુરુકુલવાસ એ પણ એક પ્રકારની ગુરુભક્તિ જ છે.
ગુરુકુલમાં રહેવાથી દ૨૨ોજ વાચના વગેરે દ્વારા શ્રુતજ્ઞાન મળે છે, સ્વદર્શન-પરદર્શનનું સ્વરૂપ સાંભળવાથી શ્રદ્ધામાં અતિશય સ્થિર થવાય છે અને વારંવા૨ સા૨ણા વગેરે થવાથી ચારિત્રમાં સ્થિર થવાય છે. આમ ગુરુકુલમાં રહેનારના રત્નત્રયની વૃદ્ધિ થાય છે. ગુરુકુલ છોડીને સ્વચ્છંદ રીતે રહેનારાના રત્નત્રયની હાનિ થાય છે.
ગૌતમસ્વામી વગેરે ગણધરો બધા અતિશયોથી સંપૂર્ણ હતા. તેઓ તે જ ભવે મોક્ષે જનારા હતા. છતાં તેઓ ગુરુકુલમાં રહ્યા હતા.
કષ્ટ સહન કરીને પણ ગુરુકુલમાં રહેવું. સમુદ્રમાં રહેનારા માછલા જો સમુદ્રનો ક્ષોભ સહન ન કરે અને સમુદ્રમાંથી બહાર નીકળે તો મરી જાય. તેમ ગુરુકુલમાં સારણા વગેરેને અને પ્રતિકૂળતાઓને સહન ન કરે અને ગુરુકુલમાંથી નીકળે તે સંયમથી ભ્રષ્ટ થાય. ગુરુકુલવાસને છોડીને એકલા ફરવામાં બધા મહાવ્રતોનો નાશ થાય છે. એકલો સાધુ ગોચરી લેવા જાય ત્યાં બાજુના ઘરોમાં વહોરાવવા માટે થતી હિંસાને જાણી ન શકે. તેવી દોષિત ગોચરી લેવાથી તેના પહેલા મહાવ્રતનો નાશ થાય. એકલો સાધુ સંકોચ વિના સાચા-ખોટા મંત્ર-નિમિત્ત વગેરે કહે. તેથી બીજા મહાવ્રતનો નાશ થાય. એકલો સાધુ ગૃહસ્થના ઘરમાં છુટા પડેલા સોનાની સાંકળી, વીંટી વગેરેને કોઇ જોતું ન હોય ત્યારે લઇ લે. તેથી ત્રીજા મહાવ્રતનો નાશ થાય. વિધવા, જેનો પતિ બહારગામ ગયો હોય તેવી સ્ત્રી, જેને પતિ બહાર નીકળવા ન દેતો હોય તેવી સ્ત્રી ઘરમાં આવેલા એકલા સાધુને જોઇને બારણું બંધ કરીને વિષયભોગની માગણી કરે ત્યારે સાધુ જો વિષયભોગ કરે તો તેના ચોથા મહાવ્રતનો નાશ થાય અને શાસનની હીલના થાય. એકલા સાધુને દોષિત આહાર લેવામાં મૂર્ચ્યા વગેરે થવાથી તેના પાંચમા મહાવ્રતનો નાશ થાય. એકલા સાધુને માત્ર ગોચરી જવામાં નહી પણ ઉપાશ્રય વગેરેમાં પણ વ્રતોનો નાશ થાય. એકલા સાધુને સ્ત્રી, કૂતરો, દુશ્મન વગેરે હેરાન કરે.
ભગવાનની શ્રેષ્ઠ આજ્ઞા છે કે ગુરુકુળને છોડવું નહીં. તેથી ગુરુકુળને છોડવાથી ભગવાનની આજ્ઞાની વિરાધના થાય છે. ભગવાનની આજ્ઞાની વિરાધનાથી આભવ અને પરભવમાં દુઃખોની પરંપરા ઊભી થાય છે.
સમર્પણમ્
૧૨૭