________________
૭) જે ગુરુના હિતશિક્ષા, સારણા વગેરેને ઇચ્છતો ન હોય. ૮) ગુરુ હિતશિક્ષા આપે, સારણા વગેરે કરે ત્યારે જે ગુસ્સે થતો હોય. ૯) જે પાપી હોય. ૧૦) ગુરુ ઠપકો આપે ત્યારે જે ગુસ્સે થાય. ૧૧) ગુરુ ભૂલ બતાવે ત્યારે જે મનમાં ગાંઠ વાળે.
૧૨) જે ગુરુને કોઇ પણ કાર્યમાં સહાય ન કરે.
૧૩) જે ગુરુનો અવિનય કરે. ૧૫) જે ગુરુની સામે બોલે. ૧૭) જે પોતાની ઇચ્છાથી પાછો આવે છે.
૧૪) જે ગુરુની આશાતના કરે. ૧૬) જે પોતાની ઇચ્છાથી જાય છે.
૧૮) જે પોતાની ઇચ્છાથી ગુરુ સાથે રહે છે.
૧૯) જે બધા કાર્યો પોતાની ઇચ્છાથી જ કરે છે.
૨૦) જે ગુરુની ઇચ્છા પ્રમાણે વર્તતો નથી. ૨૧) જે ગુરુની આજ્ઞા પાળતો નથી. ૨૨) જે ગુરુનું અપમાન કરે છે. ૨૩) જે ગુરુને મારે છે. ૨૪) જે ગુરુને હણે છે. ૨૫) જે ગુરુને હેરાન કરે છે. ૨૫) જે ગુરુના મનને અપ્રસન્ન કરે છે.
આવો શિષ્ય એ કુશિષ્ય છે. એ પોતાને નુકસાન કરે છે. એનાથી ગુરુને કંઇ લાભ થતો નથી. જેમ એક સડેલું પાંદડું બીજા પાંદડાઓને બગાડે તેમ આ કુશિષ્ય બીજા સાધુઓને બગાડીને આખા ગચ્છનો વિનાશ કરે છે. માટે આવા કુશિષ્યને રાખવો નહીં, તેને કાઢી મુકવો.
રોગના ચિહ્નો જાણીને માણસ તે ચિહ્નો પોતાની અંદર આવી ન જાય એની માટે સાવધાન બને છે અને કદાચ તે ચિહ્નો પોતાની અંદર આવી ગયા હોય તો તેમનો તાત્કાલિક નિકાલ કરવાના ઉપાયો કરે છે, કેમકે તેને સ્વસ્થતા ગમે છે-માંદગી ગમતી નથી.
તેમ કુશિષ્યના આ લક્ષણો જાણીને આપણે એ લક્ષણો આપણામાં પેસીને આપણને કુશિષ્ય ન બનાવી દે તે માટે સાવધાન બનવાનું છે અને કદાચ તે લક્ષણો આપણામાં આવી ગયા હોય તો તેમને તાત્કાલિક દૂર કરવા ઉદ્યમ કરવાનો છે. જો એ લક્ષણો અંદર પેસી જશે અને ઘર કરી જશે તો આપણને બરબાદ કરી નાંખશે માટે તેમનાથી ખૂબ ચેતતા રહેવું.
કુશિષ્યપણું એ માંદગી છે. સુશિષ્યપણું એ સ્વસ્થતા છે. માંદગી છોડી આપણે સ્વસ્થ બનવા પ્રયત્ન કરીએ છીએ. તેમ કુશિષ્યપણું છોડી આપણે સુશિષ્ય બનવાનું છે. કુશિષ્યપણું એ ગુરુની અભક્તિ છે. સુશિષ્યપણું એ ગુરુની ભક્તિ છે.
૧૩૦
ગુરુ ભક્તિ