Book Title: Samarpanam
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 148
________________ ભાંગામાં આવે. જે શિષ્ય ગુરુની આજ્ઞાથી અન્યક્ષેત્રમાં રહેલો હોય તે ગુરુકુળમાં ન હોવાથી અને ગુરુની આજ્ઞામાં હોવાથી ત્રીજા ભાંગામાં આવે. જે ગુરુકુળમાં પણ ન રહે અને ગુરુની આજ્ઞામાં પણ ન રહે તે સ્વેચ્છાએ વિચ૨નારો શિષ્ય ચોથા ભાંગામાં આવે. આમાંથી પહેલો ભાંગો અને ત્રીજો ભાંગો સ્વીકારવો, બીજો ભાંગો અને ચોથો ભાંગો સર્વથા ત્યજવો. દ્રવ્યગુરુકુળવાસ પણ તેનો જ સફળ થાય છે જેને ગુરુ પ્રત્યે બહુમાન હોય. ગુરુબહુમાન વિનાનાને દ્રવ્યગુરુકુળવાસથી ગોશાળાની જેમ વિશેષ લાભ થતો નથી. જેને ગુરુ પ્રત્યે ભક્તિ-બહુમાન નથી, ગુરુનુ ગૌરવ નથી, ગુરુનો ભય નથી, ગુરુની શરમ નથી, ગુરુ ઉપર લાગણી નથી તેને ગુરુકુળવાસથી કંઇ લાભ થતો નથી. ગુરુની આજ્ઞામાં નહી રહેલાને સરળ માર્ગને અભિમુખ એવો માર્ગાનુસારી ક્ષયોપશમનો પરિણામ થતો નથી. ઉત્સર્ગ-અપવાદ વગેરેની વિચારણા ન હોવાથી તેની ક્રિયા અજ્ઞાન ક્રિયા ગણાય છે. દેખાવથી શાસ્ત્રમાં કહેલી લાગતી તેમની ક્રિયા વિશેષ પ્રકારનો ક્ષયોપશમ ન હોવાથી વિશિષ્ટ નિર્જરા કરાવતી ન હોવાથી નકામી છે. આજ્ઞાનું પારતંત્ર્ય એ જ ચારિત્ર છે. ગીતાર્થો ‘ગુરુકુળવાસનો ત્યાગ ઉચિત નથી’ એમ ખૂબ આગ્રહપૂર્વક સમજાવે છે. છતાં અપ્રજ્ઞાપનીય જીવો તે સમજતા નથી. આ જીવોનું મન ‘સમુદાયમાં ઝગડા વગેરે થાય છે. માટે તેમાં રહેવું નહી.' આવી વિપરીત બુદ્ધિથી દુષ્ટ થયેલું હોય છે. તેથી તેઓ એકલા વિચરવા ઇચ્છે છે. અજ્ઞાન અને સ્વતંત્રતાને લીઘે તેમનું ચારિત્ર વિશુદ્ધ થતું નથી. તેથી તેઓ આજ્ઞાની બહાર છે. આમ ગુરુકુળમાં રહેવામાં લાભ જ લાભ છે અને તેના ત્યાગમાં નુકસાન જ નુકસાન છે. માટે હંમેશા ગુરુકુલવાસ જ સેવવો. કુશિષ્યના લક્ષણો આટલી રીતે શિષ્ય કુશિષ્ય બને છે ૧) જે પોતાના ગુણોના અભિમાનથી છકેલો હોય. ૨) જે ગુરુનો વિનય ન કરે. ૩) જે અભિમાનથી અક્કડ હોય. ૪) જે તુચ્છ હોય, એટલે કે નાની-નાની બાબતોમાં ઝગડા કરવાના સ્વભા વવાળો હોય. ૫) જે ગુરુની નિંદા કરે. ૬) જે ગુરુની સાથે દુશ્મન જેવું વર્તન કરે. સમર્પણમ્ ૧૨૯

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150