________________
ઉપાય છે-સારા વકીલને પોતાનો કેસ સોંપી દેવો. આમ અસીલને વગર જાણે વકીલના બધા જ્ઞાનનો લાભ થાય છે.
આ વાત તમામ ક્ષેત્રોમાં લાગુ પડે છે.
ગુરુ ભગવંત ઘણા અભ્યાસ કરીને અને ગુરુકૃપાથી ગીતાર્થ બને છે. આપણને કર્મરોગ વળગેલો છે. આપણને શાસ્ત્રોનું જ્ઞાન નથી. તેથી આપણા કર્મો, દોષો વગેરેને દૂર કરવા આપણે ગુરુને સમર્પિત થઇ જવું જોઇએ. આપણે આપણા જીવનની બધીજ બાબતો ગુરુને કહેવી જોઇએ. ગુરુથી આપણે કંઇ પણ છુપાવવું ન જોઇએ. ગુરુ કહે એ આપણે કરવું જોઇએ. આપણે ગીતાર્થ બન્યા નથી, પણ ગીતાર્થ ગુરુની સેવા આપણે કરવાની છે. આમ ગુરુસેવા અને ગુરુઆજ્ઞાપાલનના પ્રભાવે આપણો ભવરોગ દૂર થશે. જો આપણે આપણી મરજી મુજબ આરાધના કરીશું તો સંસારમાં રખડતા થઇ જઇશું અને ઘણા દુઃખોના ભાગી બનીશું. માટે જો જલ્દીથી મોક્ષે જવું હોય તો એક જ ઉપાય છે-ગીતાર્થ ગુરુની આજ્ઞા મુજબ આરાધના કરવી. આપણા જીવનમાં આપણે બે વાત રાખવી – (૧) હોય એ કહેવું-આપણા જીવનની નાનામાં નાની અને ગુપ્તમાં ગુપ્ત વાત ગુરુને કહેવી, કંઇ છુપાવવું નહી. (૨) કહે એ કરવું-ગુરુ આપણને જે કહે તે વિચાર્યા વિના અવશ્ય કરવું. આમ શિષ્યને ગીતાર્થ બન્યા વિના ગુરુના બધા જ્ઞાનનો લાભ થાય છે.
નાનો બાળક ચાલતા ન આવડે ત્યાં સુધી માંની આંગળી પકડીને ચાલે છે. જો તે અવસ્થામાં તે માતાની આંગળી ન પકડે તો પડે.
ઘરડો માણસ લાકડીના ટેકે ચાલે છે. જો તે લાકડીને છોડી દે તો પડી જાય.
જેને આંખે ઓછું દેખાતું હોય તેણે ચશ્મા પહેરવા પડે. જો તે ચશ્મા ન પહેરે તો તેને બરાબર દેખાય નહી.
એમ આપણે જયાંસુધી ગીતાર્થ બન્યા નથી ત્યાં સુધી આપણે પણ ગુરુની આજ્ઞા મુજબ જ આરાધના કરવી. જો આપણે ગુર્વાજ્ઞાને છોડી દઇએ તો આપણે આરાધના ન કરી શકીએ.
આમ હાલના સંયોગો પ્રમાણે આપણી માટે તરવાનો એકજ ઉપાય છે-ગુરુની આજ્ઞા મુજબની આરાધના. આ ગુર્વાજ્ઞાપાલન એ શ્રેષ્ઠ પ્રકારની ગુરુભક્તિ છે.
સમર્પણમ્