________________
આપણા જેવા અગીતાર્થોએ તો ગીતાર્થ ગુરુભગવંતની આજ્ઞા મુજબ જ આરાધના કરવાની છે. તો જ આપણે સાચી આરાધના કરી શકીએ. આપણી મરજી મુજબ આરાધના કરવામાં એવું બને કે જેને આપણે આરાધના માનતા હોઇએ તે ખરેખર વિરાધના હોય. તેથી આપણને લાભને બદલે નુકસાન થાય. આંધળો માણસ કોઇની સહાય વિના ચાલે તો ઠોકરો ખાય, પડે અને લોહીલુહાણ થઇ જાય. જો તે દેખતા માણસનો હાથ ઝાલીને ચાલે તો પોતાના ઇષ્ટસ્થળે વિપ્ન વિના પહોંચી શકે. ગુરુ દેખતા માણસ જેવા છે. આપણે આંધળા જેવા છીએ. સ્વતંત્ર રીતે આરાધના કરવામાં સંસારમાં પડીને રખડવાનું થાય. ગુરુની આજ્ઞા મુજબ આરાધના કરવાથી શીઘ્ર મોશે પહોંચી શકાય છે.
ડોક્ટરે ઘણો અભ્યાસ કરીને ડોક્ટરની ડિગ્રી મેળવી હોય છે. દર્દી માંદો પડે ત્યારે તે ડોક્ટરે ભણેલા પુસ્તકોનો અભ્યાસ કરવા નથી બેસતો પણ તે ડોક્ટરને સમર્પિત થઇ જાય છે. તે પોતાની બધી તકલીફો ડોક્ટરને કહે છે અને ડોક્ટરે કહેલી બધી ટ્રીટમેન્ટ પોતે કરે છે. તેણે ડોક્ટર બનવાની મહેનત કરવાની જરૂર પડતી નથી. હા, તેણે ડોક્ટરની ફી ચૂકવવી પડે છે. આમ તે સસ્તામાં અને જલ્દીથી સાજો થઇ જાય છે. જો તે ડોક્ટર પાસે ન જાય અને પોતાની બુદ્ધિથી વિચારીને જાતે જ દવા લઇ લે તો સાજો થવાના બદલે વધુ માંદો પડે. દવાનું રિએક્શન આવે અને તેણે હોસ્પિટલમાં જવું પડે. ત્યાં તેને સારવાર કરાવવામાં ઘણો ખર્ચ થાય. માટે જો જલ્દીથી સાજા થવું હોય તો એક જ ઉપાય છે-સારા ડોક્ટરની સલાહ મુજબ દવા લેવી. આમ દર્દીને વગર જાણે ડોક્ટરના બધા જ્ઞાનનો લાભ થાય છે.
વકીલ ઘણો અભ્યાસ કરીને વકીલ બને છે. કોઇની સાથે ઝગડો થતાં માણસ વકીલાતના પુસ્તકો વાંચવા નથી બેસતો પણ તે વકીલને સમર્પિત થઇ જાય છે. તે પોતાની બધી વાત વકીલને કહે છે અને વકીલ તેના વતી લડે છે. તેણે વકીલ બનવાની મહેનત કરવી પડતી નથી. હા, તેણે વકીલની ફી મૂકવવી પડે છે. આમ તે સસ્તામાં અને જલ્દીથી કેસ જીતી જાય છે. જો તે વકીલ પાસે ન જાય ને પોતાની બુદ્ધિથી વિચારીને કેસ લડવા બેસે તો હારી જાય અને તેને ભયંકર નુકસાની થાય. માટે જો જલ્દીથી ઝગડો પતાવવો હોય તો એકજ ૧૨૪)
ગુરુ ભક્તિ