________________
૧૭) બીજાને આનંદ થાય તે રીતે ઉપદેશ સાંભળવો જોઇએ. ૧૮) એકાગ્રતાપૂર્વક ઉપદેશ સાંભળવો, આજુ-બાજુ કે આગળ-પાછળ ડાફો
ળિયા ન મારવા. ૧૯) દૃષ્ટિ ગુરુના મુખ સામે રાખવી જોઇએ, બીજે નહીં. ૨૦) ગુરુ પ્રત્યેના ભક્તિ-બહુમાનપૂર્વક સાંભળવું જોઇએ. ૨૧) ઉપદેશ પૂર્વે અને પછી વંદન કરવું જોઇએ. ૨૨) ગુરુની ભક્તિ કરીને ગુરુને પ્રસન્ન કરીને ઉપદેશ સાંભળવો જોઇએ. ૨૩) સાંભળતાં પોતાને બરાબર સમજાય છે અને નવું જાણવા મળે છે એવા
હાવ-ભાવ કરવા જોઇએ. ૨૪) ગુરુનું આસન પાથરવું જોઇએ. ૨૫) ગુરુના પુસ્તક-પ્રત લાવવા જોઇએ. ૨૬) સ્થાપનાચાર્યજી પધરાવવા જોઇએ. ૨૭) ગુરુને ઉપદેશ આપવા માટેની વિનંતિ કરવી જોઇએ. ૨૮) ઉપદેશ પૂર્ણ થયા બાદ ગુરુની અનુમોદના કરવી જોઇએ. ૨૯) સંપૂર્ણ ઉપદેશ કે તેના મુદ્દાઓ નોટમાં લખી લેવા જોઇએ. ૩૦) સ્વસ્થાને જઇ તે મુદ્દાઓ ઉપર ચિંતન કરી તેમને જીવનમાં ઉતારવા જોઇએ. ૩૧) રાત્રે ઘરના બધા સભ્યોને એકઠા કરી પોતે ગુરુ પાસે સાંભળેલ ઉપ
દેશ તેમને સંભળાવવો જોઇએ. ૩૨) ઉપદેશ શરૂ થયા પહેલા સામાયિક લઇ લેવી અને ઉપદેશ પૂર્ણ થયા
બાદ સામાયિક પારવી. ચાલુ ઉપદેશમાં સામાયિક લેવી-પારવી નહી. ૩૩) વારંવાર ઘડીયાલ સામું ન જોવું. ૩૪) ગુરુનું મુખ પૂર્વ તરફ કે ઉત્તર તરફ રહે તે રીતે બેસવું. ૩૫) ગૃહસ્થ ગુરુ આગળ ગહુંલી કાઢવી.
રસોઇ કરવાની, ધંધો કરવાની પણ વિધિ હોય છે. વિધિપૂર્વક કરાય તો રસોઇ બરાબર બને અને ધંધામાં નફો થાય. જો વિધિ ન સચવાય તો રસોઇ બગડી જાય અને ધંધામાં ખોટ જાય. એમ વિધિપૂર્વક પ્રવચનશ્રવણ કરવાથી જ્ઞાન પરિણમે છે અને આત્મા પરમાત્મા બને છે. વિધિ વિનાનું પ્રવચનશ્રવણ વિશેષ લાભ ન કરે.
વિધિપૂર્વક પ્રવચનશ્રવણ કરવું એ પણ ગુરુભક્તિ છે. માટે તેમાં ઉદ્યમ
કરવો.
ગુરુ ભક્તિ