________________
પકડાયેલા સાધુને છોડાવવામાં વાપરવું. આ પ્રાયશ્ચિત્તના પાઠ પરથી જણાય છે કે ગુરુદ્રવ્ય એટલે સાધુવૈયાવચ્ચ ખાતું, માટે જ તેની ચોરીનું ધન તે જ ખાતે વાપરવાનું પ્રાયશ્ચિત્તમાં કહ્યું. - -
આમ પૂજાહગુરુદ્રવ્ય સાધુવૈયાવચ્ચમાં લઇ જઇ શકાય છે. હા, તેને જીર્ણોદ્ધાર વગેરેમાં વાપરવામાં તો કોઈ જ વાંધો નથી.
લૂંછનરૂપ ગુરુદ્રવ્ય સાધુવૈયાવચ્ચમાં જાય છે.
આ સાધુવૈયાવચ્ચની રકમમાંથી વિહારના નિર્જન ક્ષેત્રોમાં ઉપાશ્રય બનાવી શકાય. જ્યાં શ્રાવકોના ઘરો હોય તેવા ગામો કે નગરોમાં આ રકમથી ઉપાશ્રય ન બનાવી શકાય. ત્યાં તો શ્રાવકોએ સ્વદ્રવ્યથી અથવા ઉપાશ્રય માટે મળેલા દાનદ્રવ્યથી જ ઉપાશ્રય બનાવવો જોઇએ, જેથી તેઓ પણ તેમાં સામાયિક, પૌષધ વગેરે કરી શકે.
વૈયાવચ્ચખાતું-જાવક-વૈયાવચ્ચખાતાની રકમ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચમાં વાપરી શકાય.
સાધુ-સાધ્વીના આરોગ્યની કાળજી કરવા અંગેની બધી બાબતો-ઔષધ, ડોક્ટર, ફી, ઓપરેશન વગેરેમાં આ રકમ વાપરી શકાય.
સાધુ-સાધ્વીના ડોળી, ડોળીવાળાને વેતન, તેમને રહેવાની વ્યવસ્થા વગેરેમાં આ રકમ વાપરી શકાય.
સાધુ-સાધ્વીને આવશ્યક એવી ચીજો-પાતરા, ઓઘો, કાપડ, કામળી વગેરે લાવવામાં આ રકમ વાપરી શકાય.
આવક-વૈયાવચ્ચ ખાતે મળતી ભેટની રકમ, લૂંછન ગુરુદ્રવ્ય, દીક્ષાર્થીના ઉપકરણોની ઉછામણીની રકમ, દીક્ષાર્થીના (પ્રભુજીના રથ વિનાના) વરઘોડાની ઉછામણીની રકમ, ગુરુચરણે મૂકાતી રકમ, મહાત્માઓને કામળી વહોરાવવાના ચડાવાની રકમ, ગુરુપૂજનના ચડાવાની રકમ વગેરે રકમો વૈયાવચ્ચ ખાતે જમા થાય છે.
વનું ૧૨૦
ગુરુ ભક્તિ