________________
ગુરુ દ્રવ્ય
ગુરુદ્રવ્યના ત્રણ પ્રકાર છે- (૧) ભોગાર્હ ગુરુદ્રવ્ય, (૨) પૂજાé ગુરુદ્રવ્ય અને (૩) લૂંછનરૂપ ગુરુદ્રવ્ય.
(૧) ભોગાર્હ ગુરુદ્રવ્ય - કપડા, પાતરા, ગોચરી, પાણી વગેરે જે વસ્તુઓ (ગુરુદ્રવ્ય), સાધુ-સાધ્વીઓ પોતાની માલિકીના કરી ભોગવવા માટે વાપરે છે તે ભોગાર્હ ગુરુદ્રવ્ય છે.
(૨) પૂજાર્હ ગુરુદ્રવ્ય - ધન વગેરે જે દ્રવ્યો ગુરુચરણે પૂજનરૂપે મૂકાય છે, ગફૂલીમાં મૂકાય છે, મુનિઓને વહોરાવવાની કામળી, ગુરુપૂજન વગેરેના ચડાવા બોલાય છે, એ ધન જેને સાધુ-સાધ્વીઓ પોતાની માલિકીના કરીને ભોગવતાં નથી તે ધન વગેરે પૂજાર્હ ગુરુદ્રવ્ય છે.
જો કે સાધુ-સાધ્વીને ધન વગેરેની જરૂર નથી, માટે તેમને તે વસ્તુઓ ધરાય નહી, તેથી તે ગુરુદ્રવ્ય બનતા નથી, પરંતુ વિક્રમ વગેરે રાજાઓએ ધનથી ગુરુપૂજન ક્યું છે અને શ્રાદ્ધજીતકલ્પ (ગાથા ૬૮) માં આવા ધન વગેરેની ચોરી કરનાર વ્યક્તિને આવતા પ્રાયશ્ચિત્તનો ઉલ્લેખ કરતાં તે ધન વગેરેને ‘ગુરુદ્રવ્ય’ તરીકે કહ્યું છે. માટે તે ધન વગેરે પૂજાર્હ ગુરુદ્રવ્ય કહેવાય છે. (૩) લૂંછનરૂપ ગુરુદ્રવ્ય - હાથમાં ધન રાખીને તે હાથ ત્રણવા૨ ગુરુચરણે ગોળાકારે આવર્તરૂપે ફેરવવા અને પછી ચરણોની પાસે તે ધન મૂકી દેવું તે પૂંછનરૂપ ગુરુદ્રવ્ય છે.
પ્રશ્ન - પૂજાર્હ ગુરુદ્રવ્યનો ઉપયોગ શેમાં થાય ?
જવાબ
વિક્રમ રાજા વગેરેએ ગુરુચરણે મૂકેલી સોનામહોરોનો ઉપયોગ જીર્ણોદ્વારમાં કર્યો હોવાથી ‘દ્રવ્યસપ્તતિકા' ગ્રન્થમાં પૂજાર્હ ગુરુદ્રવ્યને જીર્ણોદ્ધાર વગેરેમાં વા૫૨વાનું કહેલ છે. વગેરેથી સાધુવૈયાવચ્ચ લઇ શકાય કેમકે તે પણ જીર્ણોદ્વાર જેવું જ ગૌરવવંતુ પૂજાસ્થાન છે.
-
શ્રાદ્ધજીતકલ્પ (ગાથા ૬૮) માં પૂજાર્હ ગુરુદ્રવ્યની ચોરી કરનારને જે પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે તેમાં એમ જણાવ્યું છે કે એ ધન સાધુઓની વૈયાવચ્ચ કરતા વૈદ્યને વસ્ત્ર વગેરેનું દાન આપવામાં વાપરવું, અથવા બંદી તરીકે
સમર્પણમ્
૧૧૯