________________
(૧૧) હરિશ્ચંદ્ર તારામતી : ગુરુ ઉપર આરોપ ચડાવવો, તેમને મારવા, કારાવાસમાં પૂરવા વગેરેથી ભયંકર પાપ બંધાય છે અને તે જીવને ખૂબ દુ:ખી કરે છે.
એક નગરમાં રાજા અને રાણી રહેતા હતા. નગરમાં બે મુનિઓ પધાર્યા. તેમને જોઇને રાણીની કામવાસના ભડકી ઊઠી. તેથી મુનિઓને ડગાવવાના ઘણા પ્રયત્નો કર્યા. પણ મુનિઓ સ્થિર રહ્યા. તેથી છંછેડાયેલી નાગણની જેમ એ રાણીએ હાહાકાર મચાવી દીધો, ‘આ દુરાચારી સાધુઓએ મારા શીલ ઉપ૨ આક્રમણ કર્યું છે ! બચાવો ! બચાવો !!' સૈનિકો મુનિઓને પકડી રાજા સામે લાવ્યા. રાજાએ તેમને કારાવાસની અને રોજના સો-સો હંટર મારવાની સજા ફટકારી. એક મહિના પછી સાચી બીના જાણી રાજાએ તેમને મુક્ત કર્યા. રાજા-રાણી ત્યાંથી મરી હરિશ્ચંદ્ર રાજા અને તારામતી રાણી બન્યા. ત્યાં બાર વર્ષ સુધી તેમને ચંડાલના ઘરે રહેવું પડ્યું. હરિશ્ચંદ્રને માથે ઊંચકીને પાણી લાવવું પડ્યું. તારા રાણી ઉપર રાક્ષસીનો આરોપ મૂકાયો અને પુત્રનો અસહ્ય વિયોગ સહન કરવો પડ્યો.
પૂર્વભવે મુનિઓની આશાતના કરીને બાંધેલા ઘો કર્મોના ઉદયે હરિશ્ચંદ્ર રાજા અને તારામતી રાણીને ઘણા દુઃખો સહન કરવા પડ્યા.
(૧૨) મમ્મણ શેઠ : ગુરુભક્તિ કર્યા પછી તેનો પસ્તાવો ન કરવો. ગુરુને વહોરાવેલી વસ્તુ પાછી ન માંગવી. ગુરુભક્તિ કર્યા પછી પસ્તાવો કરવાથી, વસ્તુ પાછી માંગવાથી અંતરાય કર્મ બંધાય છે.
એક શ્રાવકે પ્રભાવનામાં મળેલો સિંહકેસરિયો લાડવો ઘરે પધારેલા મહાત્માને વહોરાવી દીધો. પાડોશીએ લાડવાના ગુણ ગાયા. વાસણમાં રહેલા લાડવાના કણીયા ચાટી તે મહાત્મા પાસે ગયો. લાડવો પાછો માંગ્યો, મહાત્માએ લાડવો ધૂળમાં રગદોળી નાંખ્યો. તે પસ્તાવો કરતો પાછો આવ્યો. આથી તેણે ઘોર અંતરાયકર્મ બાંધ્યું. બીજા ભવમાં તે મમ્મણ શેઠ થયો. તેની પાસે શ્રેણિક રાજા કરતા પણ વધુ સંપત્તિ હતી. છતાં પૂર્વભવમાં બાંધેલા અંતરાય કર્મના ઉદયથી તે તેને ભોગવી શકતો ન હોતો. તે માત્ર ચોળા અને તેલ વાપરતો હતો. આમ જેમણે જેમણે ગુરુની આશાતના કરી તે બધાને નુકસાન જ થયું છે, કંઇ લાભ થયો નથી. તડકામાં ચાલનારને તાપ જ મળે છે. આંખ બંધ કરીને ચાલનાર પડે જ છે. અપથ્યનું સેવન કરનાર માંદો પડે છે. તેમ ગુરુની આશાતના ક૨ના૨ સંસારમાં ભમે જ છે. મોક્ષે જવું હોય તેણે ગુરુની આશાતના ટાળવી જોઇએ. ગુરુની આરાધના કરવી જોઇએ.
સમર્પણમ્
૯૯