________________
ખબર પડતાં સામે લેવા જવું, વહોરાવ્યા પછી થોડે સુધી વળાવવા જવું, વગેરે સત્કારપૂર્વક વહોરાવવું. (૫) ક્રમ - શ્રેષ્ઠ વસ્તુ પ્રથમ આપવી, પછી સામાન્ય વસ્તુ આપવી. અથવા દુર્લભ વસ્તુનું કે તે કાળે જરૂરી વસ્તુનું પ્રથમ નિમંત્રણ કરવું. પછી બીજી વસ્તુઓનું નિમંત્રણ કરવું. અથવા જે દેશમાં જે ક્રમ હોય તે ક્રમે વહોરાવવું. (૬) કલ્પનીય - આધાકર્મ વગેરે દોષોથી રહિત, સંયમમાં ઉપકારક વગેરે ગુણોથી યુક્ત એવી કલ્પનીય વસ્તુ વહોરાવવી. ૩૨) ગુરુ ભગવંતને અન્ન, પાણી, વસ્ત્ર, પાત્રા વગેરે શ્રેષ્ઠ વસ્તુઓ વહોરાવવી. ૩૩) ગુરુ ભગવંતને વહોરાવનાર દાતા પ્રસન્નચિત્ત, આદર, હર્ષ, શુભાશયઆ ચાર ગુણોથી યુક્ત હોવો જોઇએ અને વિષાદ, સંસારસુખની ઇચ્છા, માયા અને નિયાણું-આ ચાર દોષોથી રહિત હોવો જોઇએ. (૧) પ્રસન્નચિત્ત – ગુરુ ભગવંત પોતાના ઘરે વહોરવા આવે ત્યારે હું પુણ્યશાળી છું, જેથી તપસ્વીઓ મારા ઘરે પધારે છે' એમ વિચારે અને ખુશ થાય, પણ “આ તો રોજ અમારા ઘરે આવે છે, વારંવાર આવે છે” એમ વિચારી કંટાળી ન જાય. (૨) આદર - વધતા આનંદથી “પધારો ! પધારો ! અમુકનો જોગ છે, અમુકનો લાભ આપો” એમ આદરપૂર્વક વહોરાવે. (૩) હર્ષ – ગુરુ ભગવંતને જોઇને અથવા ગુરુ ભગવંત કોઇ વસ્તુ માંગે ત્યારે હર્ષ પામે, વહોરાવતાં હર્ષ પામે, વહોરાવ્યા પછી પણ અનુમોદના કરે. (૪) શુભાશય - પોતાના આત્માને સંસારથી તારવાના આશયથી વહોરાવે. (૫) વિષાદનો અભાવ - વહોરાવ્યા પછી “મેં ક્યાં વહોરાવી દીધું ! વધારે વહોરાવી દીધું ! બધું વહોરાવી દીધું !' એમ પશ્ચાતાપ ન કરે, પણ ગુરુ ભગવંતના ઉપયોગમાં આવે એ જ મારું છે, મારી વસ્તુ ગુરુ ભગવંતના પાત્રામાં ગઇ એ મારું અહોભાગ્ય છે ! એમ અનુમોદના કરે. (૬) સંસારસુખની ઇચ્છાનો અભાવ - વહોરાવીને તેના ફળરૂપે કોઇ પણ જાતના સંસારસુખની ઇચ્છા ન રાખે...' (૭) માયાનો અભાવ-વહોરાવવામાં કોઇ જાતની માયા ન કરે, સરળભાવથી વહોરાવે. (૮) નિયાણાનો અભાવ - વહોરાવવાના ફળરૂપે પરલોકમાં દેવલોક વગેરેના સુખની માંગણી ન કરે.
જેટલા અંશે વિધિ સચવાય, દ્રવ્ય ઉત્તમ હોય ને દાતા શુભભાવવાળો હોય, એટલા અંશે વહોરાવવાથી વિશેષ-વિશેષ લાભ થાય. માટે યોગ્ય દાતાએ ઉત્તમ ભાવથી સંપૂર્ણ વિધિપૂર્વક ઉત્તમ દ્રવ્યો ગુરુભગવંતને વહોરાવવા જોઇએ. સમર્પણમ્
૧૧૧