Book Title: Samarpanam
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 128
________________ ૪) દાન ન દેવાની વૃત્તિથી આહારને સચિત્ત વસ્તુથી ઢાંકવો ન જોઇએ. ૫) ભોજનના યોગ્ય સમયે સાધુઓને નિમંત્રણ કરવું જોઇએ, ભોજનના સમયની પહેલા કે પછી નહી. ૬) ગુસ્સો કરીને વહોરાવવું ન જોઇએ, સાધુનું અપમાન કરીને વહોરાવવું ન જોઇએ. ૭) સાધુ મહારાજ કોઇ વસ્તુ યાચે અને તે ઘરમાં હોય તો તેની ના ન પાડવી જોઇએ. ૮) બીજાએ વહોરાવ્યું હોય તો “હું કાંઇ તેનાથી ઉતરતો છું ?' એવી અસૂયાવૃત્તિ (બીજાનું સારું ન જોઇ શકવાની, બીજાની ઉન્નતિ સહન ન કરી શકવાની વૃત્તિ) થી વહોરાવવાનું નથી. ૯) નહિ આપવાની બુદ્ધિથી આપવા યોગ્ય વસ્તુ પોતાની હોવા છતાં બીજાની છે એમ ન કહેવું જોઇએ. આપવાની બુદ્ધિથી વસ્તુ બીજાની હોવા છતાં પોતાની છે એમ ન કહેવું જોઇએ. ૧૦) ગુરુ ભગવંતને વહોરાવ્યા પહેલા કે પછી હાથ કે વાસણ કાચા પાણીથી ધોવા ન જોઇએ. ૧૧) ગુરુ ભગવંતને ઢોળતાં ઢોળતાં વહોરાવવું ન જોઇએ. ૧૨) ગુરુ ભગવંત વહોરવા પધારે ત્યારે તેમના નિમિત્તે કોઇ પણ વિરાધના કરવી ન જોઇએ દા.ત. સચિત્ત મીઠું વગેરે પૃથ્વીકાયને આધુ-પાછું ન કરવું, પાણીના ગ્લાસ-બોટલ-ડોલ વગેરે આઘા-પાછા ન કરવા, ચૂલા-ગેસ-લાઇટ-ટી.વી. ટેપ વગેરે ચાલુ-બંધ ન કરવા, પંખા વગેરે ચાલુ-બંધ ન કરવા, વનસ્પતિ-અનાજફલ-ફૂલ વગેરે આઘા-પાછા ન કરવા, કીડી-મંકોડા વગેરે પર પગ ન મુકવો. ૧૩) ગુરુ ભગવંતને એઠા હાથે ન વહોરાવવું. ૧૪) ગુરુ ભગવંત માટે જ બનાવેલી વસ્તુ ન વહોરાવવી. ૧૫) ગુરુ ભગવંત માટે અને પોતાની માટે એમ બન્ને માટે બનાવેલી વસ્તુ ગુરુ ભગવંતને ન વહોરાવવી. ૧૬) દોષિત આહારને નિર્દોષ આહાર સાથે ભેગો કરીને ન વહોરાવવો. ૧૭) બધા માંગનારા વગેરેને ઉદ્દેશીને બનાવેલું ગુરુભગવંતને ન વહોરાવવું. ૧૮) ગુરુ ભગવંત માટે રાખી મૂકીને તેમને ન વહોરાવવું. ૧૯) ગુરુ ભગવંતને વહોરાવવા માટે બાળક વગેરેને ભોજન આપવાનો સમય કે લગ્ન વગેરે પ્રસંગો વહેલા-મોડા ન કરવા. ૨૦) લાઇટ વગેરે કરીને ન વહોરાવવું૨૧) ગુરુ ભગવંત માટે ખરીદેલું, ઉછીનું લીધેલું, બીજા સાથે બદલાવેલું, સામેથી ઉપાશ્રયમાં લાવેલું ગુરુભગવંતને ન વહોરાવવું. સમર્પણમ્ ૧૦૯

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150