________________
ત્યાગમાં ખરેખર ભગવાનની આજ્ઞાનો ત્યાગ છે અને ભગવાનની અજ્ઞાના ત્યાગમાં બન્ને લોકોનો ત્યાગ છે. (૧૪૩-૧૪૪) ૧૫) પંચવસ્તુમાં કહ્યું છે
गुरुपरिओसगएणं, गुरुभत्तीए तहेव विणएणं ।
इच्छिअसुत्तत्थाणं, खिप्पं पारं समुवयंति ||१००८|| અર્થ : શિષ્યો ગુરુની પ્રસન્નતાથી, ગુરુભક્તિથી અને ગુરુના વિનયથી ઇષ્ટ સૂત્ર-અર્થોનો પાર શીઘ પામે છે. (૧૦૦૮) ૧૬) યતિશિક્ષાપંચાશિકામાં કહ્યું છે
गुरुसेवा चेव फडं, आयारंगस्स पढमसुत्तम्मि | इय नाउं निअगुरुसे-वणम्मि कह सीअसि सकण्ण ?
અર્થ : આચારાંગના પહેલા સૂત્રમાં સ્પષ્ટ રીતે ગુરુસેવા જ કહી છે. એમ જાણીને હે પંડિત ! તું શા માટે પોતાના ગુરુની સેવામાં સીદાય છે. (૫)
धन्ना ते जीअलोए, गुरवो निवसति जाण हिययंमि |
धन्नाणवि सो धन्नो, गुरुण हिअए निवसइ जो | ३ ॥ અર્થ : જેમના હૃદયમાં ગુરુ વસે છે, તે જીવો જગતમાં ધન્ય છે, ગુરુના હૃદયમાં વસે છે તે ધન્યાતિધન્ય છે.
ગુરુને હૃદયમાં વસાવવા હજી સહેલા છે. આપણને ગુરુ ગમે તો ગુરુ આપણા હૃદયમાં વસે. ગુરુના હૃદયમાં વસવું મુશ્કેલ છે. ગુરુના હૃદયમાં વસાવવા આપણે આપણી બધી ઇચ્છાઓ છોડી ગુરુને સો ટકા સમર્પિત બનવું પડે.
આમ શાસ્ત્રોમાં ઠેર ઠેર ગુરુભક્તિનું મહત્ત્વ બતાવ્યું છે. બધા શાસ્ત્રો એક જ વાત કહે છે-“ગુરુભક્તિ વિના મુક્તિ શક્ય નથી.” ગુરુભક્તિની ઉપેક્ષા કરી મોક્ષ-માર્ગે ચાલનારો અવળે માર્ગ છે. ગુરુભક્તિ એ મોક્ષે જવા માટેનું પહેલું પગથીયું છે. માટે ગુરુભક્તિનું મહત્ત્વ સમજીને ગુરુભક્તિને રગેરગમાં વણી લેવી.
ગુરુભક્તિ એ શ્રાવકનું દૈનિક કર્તવ્ય છે. તેણે પોતાની દિનચર્યામાં ગુરુભક્તિ સ્થાન અવશ્ય રાખવું. તેણે પોતાનો જીવન વ્યવહાર પણ ગુરુભગવંતને અનુકૂળ બનાવવો. તેણે પોતાના ઘરના દરેક સભ્યને ગુરુભક્તિમાં જોડવા. ગુરુ ભગવંત પાર્સે જતાં અચકાવું કે ડરવું નહી.
સમર્પણમ્
૧૦૭