________________
૨૨) સીલ કે પેકીંગ તોડીને ન વહોરાવવું. ૨૩) માળીયા પરથી ઉતારીને ન વહોરાવવું. ૨૪) બીજા પાસેથી ઝુંટવીને લીધેલું, બીજાએ રજા નહી આપેલું ન વહોરાવવું. ૨૫) પોતાના માટે રંધાતા આહારમાં ગુરુ ભગવંત માટે ઉમેરીને ન વહોરાવવું. ૨૬) વહોરાવવા માટે વાસણ ખાલી કરવા તેમાં રહેલી વસ્તુ પૃથ્વીકાય વગેરે ઉપર ન નાંખવી. ૨૭) સચિત્તથી મિશ્રિત, અચિત્ત નહીં થયેલ, અકથ્ય વસ્તુથી ખરડાયેલી વસ્તુ ન વહોરાવવી. ૨૮) બેડીમાં બંધાયેલ, કાંપતો, જોડા પહેરેલ, છઠ્ઠીનું ધાવણ પીતો બાળક, સીતેર વર્ષની ઉપરની વયવાળો, આંધળો, નપુંસક, દારૂના નશાવાળો, કુજ, પાંગળો, રોગી, ખાંડતો, પીસતો, લોઢતો, પીંજતો (રૂ ને કોમળ બનાવતો), કાંતતો (રૂમાંથી દોરા બનાવતો), દહી વગેરે મથતો, માસિકકાળવાળી સ્ત્રી, સ્તનપાન કરતા બાળકવાળી સ્ત્રી, આઠ મહિનાના ગર્ભવાળી સ્ત્રી-આવા દાતાએ ન વહોરાવવું. ઉપરની વાતો સામાન્યથી ઉત્સર્ગના સંયોગોમાં સમજવી. ક્યારેક અપવાદના સંયોગોમાં ગુરુને જરુર હોય, અથવા તેઓ કહે તો વહોરાવવું. ૨૯) ગુરુ ભગવંતને ઊભા ઊભા બે હાથથી બહુમાનપૂર્વક વહોરાવવું. ૩૦) ગુરુ ભગવંતને ભોજન માટેની બધી સામગ્રીની વિનંતિ કરવી. ૩૧) ગુરુ ભગવંતને વિધિપૂર્વક, એટલે કે દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર, ક્રમ અને કલ્પનીયના ઉપયોગપૂર્વક વહોરાવવું. (૧) દેશ - આ દેશમાં અમુક વસ્તુ સુલભ છે કે દુર્લભ છે વગેરે વિચાર કરીને દુર્લભ વસ્તુ અધિક પ્રમાણમાં વહોરાવવી વગેરે. દેશને અનુરૂપ વસ્તુ વહોરાવવી. (૨) કાળ - સુકાળ છે કે દુકાળ છે વગેરે વિચાર કરીને વહોરાવવું. દુકાળ હોય અને પોતાને સુલભ હોય તો સાધુઓને અધિક પ્રમાણમાં વહોરાવવું. શિયાળો, ઉનાળો, ચોમાસુ વગેરે ઋતુને અનુકૂળ વસ્તુ વહોરાવવી. ક્યા કાળે કેવી વસ્તુની અધિક જરૂર પડે, વગેરે વિચાર કરીને તે પ્રમાણે વહોરાવવું વગેરે. (૩) શ્રદ્ધા - વિશુદ્ધ ભાવથી આપવું. આપવું પડે છે માટે આપો એવી બુદ્ધિથી નહી, પણ આપવું એ આપણી ભક્તિ છે, એમનો આપણી ઉપર મહાન ઉપકાર છે, આપણે પણ એ રસ્તે જવાનું છે, તેમને આપવાથી આપણે એ માર્ગે જવા સમર્થ બની શકીએ, તેમને આપવાથી આપણાં અનેક પાપો બળી જાય વગેરે શુભ ભાવનાથી વહોરાવવું. (૪) સત્કાર - નિમંત્રણ કરવા જવું, આદરથી આપવું, ઓચિંતા ઘરે આવે તો
૬ ૧૧૦
ગુરુ ભક્તિ