________________
થાય છે.
૧૪) બ્રહ્મચારી અને મહાવ્રતધારી સંયમી મહાત્માઓના દર્શન થાય છે. ૧૫) સુપાત્રદાનનો મહાલાભ મળે છે. ૧૬) ગુરુ ભગવંત શાસનપ્રભાવના કરે છે. ૧૭) ગુરુ ભગવંત ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે. ૧૮) ગુરુ ભગવંત બધા જીવોની રક્ષા કરે છે. ૧૯) ગુરુ ભગવંત શાસ્ત્રોના સંશોધન, સર્જન વગેરે કરે છે. ૨૦) ગુરુ ભગવંત નિષ્પાપ જીવન જીવે છે.
૨૧) ગુરુ ભગવંત આપણને સંસારમાંથી નીકળવાની પ્રેરણા કરે છે અને બહાર કાઢે છે.
૨૨) ગુરુ ભગવંત સામાન્ય માણસને માનવામાં ન આવે તેવું કઠોર, અનાસક્ત જીવન જીવે છે.
૨૩) ગુરુ ભગવંત પગપાળા વિહાર કરે છે. ૨૪) ગુરુ ભગવંત લોચ કરાવે છે. ૨૫) ગુરુ ભગવંત પ્રતિકૂળતાઓ સહન કરે છે. ૨૬) ગુરુ ભગવંત સાદુ જીવન જીવે છે. ૨૭) ગુરુ ભગવંત ગૃહસ્થો કરતા ઘણું ઊંચું જીવન જીવે છે. ૨૮) ગૃહસ્થોને સાધુના માતા-પિતા કહ્યા છે.
૨૯) ગુરુભક્તિથી અઢળક પુણ્ય બંધાય છે અને વિપુલ કર્મનિર્જરા થાય છે.
૩૦) ગુરુભક્તિથી ગુરુ ભગવંત સંયમના યોગો સારી રીતે આરાધી શકે છે.
૩૧) ગુરુ ભગવંત ધર્મની રક્ષા કરે છે.
ગુરુભક્તિ કરવાના આવા અનેક કારણો છે. ગુરુભક્તિથી આવા અનેક લાભો થાય છે. માટે ગુરુભક્તિ કરવાની છે.
સમર્પણમ્
ગ ૧૧૩)