________________
ગુરુભક્તિ શા માટે કરવાની ?
૧) ગુરુ ભગવંત અરિહંતની ઓળખાણ કરાવે છે. ૨) ગુરુ ભગવંત ધર્મનો ઉપદેશ આપે છે. ૩) ગુરુ ભગવંત મોક્ષમાર્ગ બતાવે છે.
૪) ગુરુ ભગવંત આપણા અનન્ય ઉપકારી છે.
૫) ગુરુ ભગવંત મહાન ત્યાગી છે. તેમણે સંસારના વૈભવ, સુખસગવડો અને કુટુંબસ્નેહ વગેરેને સ્વેચ્છાએ છોડવાનું સાચું અદ્ભુત પરાક્રમ ર્યું છે. દુનિયાના લોકો બાહ્ય પરાક્રમ કરનારને પૂજે છે. આપણે અત્યંતર પરાક્રમ કરનારા ગુરુ ભગવંતને પૂજવાના છે.
૬) ગુરુ ભગવંત જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, ભક્તિ વગેરે અનેક પ્રકારની સાધનાઓ કરે છે.
૭) ગુરુ ભગવંતનું જીવન ગુણમય અને પવિત્ર છે. તેમના આલંબનથી આપણને પ્રેરણા મળે છે.
૮) ગુરુ ભગવંત ભવિષ્યમાં પણ આપણને ધર્મસાધના કરાવી મહાન ઉપકાર કરે છે.
૯) ગુરુ ભગવંત આપણને તત્ત્વોનું જ્ઞાન આપે છે.
૧૦) ગુરુ ભગવંત આપણને ધર્મમાં વાળે છે, આગળ વધારે છે.
૧૧) ગુરુ ભગવંત આપણને પાપથી બચાવે છે.
૧૨) ગુરુ ભગવંત આપણને માર્ગદર્શન આપે છે.
૧૩) સાંસારિક જીવનમાં કષાયવશ જીવોની વચમાં રહેવાના પ્રસંગથી તેમજ પોતાના કર્મના ઉદયથી આપણને કંઇક ને કંઇક મનદુઃખ, દુર્ધ્યાન વગેરે ક૨વાનું બને છે. ગુરુ ભગવંતના સાંનિધ્યથી તેને ઓછું કરવાનું, દૂર કરવાનું સરળ બને છે. તેથી આપણે ભયંકર કર્મબંધથી બચી જઇએ છીએ. ગુરુ ભગવંત પાસેથી તત્ત્વનો બોધ મળવાથી પહેલા અજ્ઞાનતાને લીધે થતાં નકામા પાપોની ઓળખાણ થાય છે અને તેમને અટકાવી શકાય છે. સાથે સાથે બીજી નવી નવી માનસિક-વાચિક-કાયિક ધર્મસાધનાઓ જીવનમાં આચરવાનું ચાલુ
ગુરુ ભક્તિ
૧૧૨