________________
ગુરુને અન્ન-પાણી કેવી રીતે વહોરાવવા
ભોજનનો સમય થાય ત્યારે શ્રાવકે ઉપાશ્રયે જઇને સાધુ ભગવંતને ભક્તિપૂર્વક ગોચરી માટે પ્રાર્થના કરવી જોઇએ. તેમને આદરપૂર્વક પોતાના ઘરે લઇ આવવા જોઇએ. સ્પર્ધા, મહત્તા, ઇર્ષ્યા, સ્નેહ, લજ્જા, ભય, દાક્ષિણ્ય, બદલાની ઇચ્છા, માયા, વિલંબ, અનાદર વગેરે દોષોથી રહિત દાન વિનયપૂર્વક ગુરુ ભગવંતને કરવું જોઇએ. આ દાન કરતી વખતે પોતાના આત્માને તારવાના જ વિચાર કરવા જોઇએ. આ દાન પોતાના હાથે પણ કરી શકાય અને બાજુમાં રહી સ્વજન દ્વારા પણ કરાવી શકાય. જો કોઇ સાધુ ભગવંત સ્વેચ્છાએ પોતાના આંગણે પધાર્યા હોય તો તેમનું વિનયપૂર્વક સ્વાગત કરવું જોઇએ. તેમને આવતા જોઇ સામા તેડવા જવું જોઇએ. પછી તેમને દોષરહિત દાન કરવું જોઇએ. દાન ર્યા પછી તેમને વંદના કરી અમુક અંતર સુધી વળાવવા જવું જોઇએ. ગામમાં સાધુ મહારાજ ન હોય તો ભોજન સમયે ઘરની બહાર નીકળી આજુ-બાજુ જોઇને વહોરાવવાની ભાવના ભાવીને પછી ભોજન કરવું.
૧) ગુરુ ભગવંતને વહોરાવતી વખતે :
•
હર્ષના આંસુ આવવા જોઇએ, • રોમરાજી ખડી થવી જોઇએ,
• બહુમાનપૂર્વક આપવું જોઇએ, • મીઠા વચનો બોલવા જોઇએ અને અનુમોદના કરવી જોઇએ.
૨) ગુરુ ભગવંતને વહોરાવતી વખતે
• વિલંબ ન કરવો જોઇએ,
• મોં બગાડવું ન જોઇએ,
• કડવા વચન ન બોલવા જોઇએ અને
પસ્તાવો ન કરવો જોઇએ.
૩) દાન કરવા યોગ્ય ભોજનની કોઇ પણ સામગ્રી ન દેવાની વૃત્તિથી
•
કે ઉતાવળથી પૃથ્વી, વનસ્પતિ, અગ્નિ વગેરે ઉપર મૂકવી ન જોઇએ.
૧૦૮
ગુરુ ભક્તિ