________________
અર્થ : જેમ કરુણાવાળો વૈદ્ય તાવવાળા મનુષ્યોને સમાધિ આપે છે તેમ ગુરુ સંસારરૂપી તાવવાળા જીવોને ધર્મરૂપી સમાધિ આપે છે. (૧/૪).
जह दीवो अप्पाणं, परं च दीवेइ दित्तिगुणजोगा | तह रयणत्तयजोगा, गुरु वि मोहधयारहरो ||१/५।। અર્થ : જેમ દીવો દીપ્તિગુણના યોગથી પોતાને અને બીજાને પ્રકાશિત કરે છે તેમ ગુરુ પણ રત્નત્રયના યોગથી મોહના અંધકારને હરે છે. (૧૫)
उज्झियघरवासाण वि, जं किर कट्टस्स णत्थि साफल्लं । तं गुरुभत्तीए च्चिय, कोडिन्नाईण व हविज्जा ||१/७|| અર્થ : જેમણે ઘરવાસ છોડ્યો છે એવા જીવોનું કષ્ટ જે સફળ નથી થતું તે ગુરુભક્તિથી કૌડિન્ય વગેરેની જેમ સફળ થાય છે. (૧૭)
दुहगब्भि मोहगब्भे, वेरग्गे संठिया जणा बहवे | गुरुपरतंताण हवे, हंदि तयं नाणगभं तु ||१/८|| અર્થ: ઘણા લોકો દુઃખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્યમાં રહેલા છે. ગુરુની આજ્ઞામાં રહેનારને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થાય છે. (૧/૮) ૧૩) ધર્મપરીક્ષામાં કહ્યું છે
एयारिसो खलु गुरु, कुलवहुणाएण व मोतव्यो ।
एयस्स उ आणाए, जइणा धम्मम्मि जइअव्वं ||९४|| અર્થ : જેમ કુળવધૂ પોતાના પતિને છોડતી નથી તેમ આવા ગુરુને ન જ છોડવા. એમની આજ્ઞાપૂર્વક સાધુએ ધર્મમાં યત્ન કરવો જોઇએ. (૯૪)
गुरुआणाइ ठियस्स य, बज्झाणुट्ठाणसुद्धचित्तस्स ।
अज्झप्पज्झाणम्मि वि, एगग्गत्तं समुल्लसइ ||९५।। અર્થ: બાહ્ય અનુષ્ઠાનોમાં શુદ્ધ ચિત્તવાળા અને ગુરુની આજ્ઞામાં રહેલાને અધ્યાત્મના ધ્યાનમાં પણ એકાગ્રતા આવે છે. (૯૫) ૧૪) યતિલક્ષણસમુચ્ચયમાં કહ્યું છે
गुरुआणाए चाए, जिणवरआणा न होइ जियमेण । सच्छंदविहाराणं, हरिभद्देणं जओ भणिअं ||१४३।। एअम्मि पश्चित्ते, आणा खलु भगवओ परिच्चत्ता । तीए च परिच्चाए, दुण्ह वि लोगाण चाओ त्ति ||१४४|| અર્થ ગુજ્ઞાનો ત્યાગ કરીને સ્વચ્છંદ રીતે વિહાર કરનારાઓને જિનવરની આજ્ઞાનું અવશ્ય પાલન થતું નથી, કેમકે હરિભદ્રસૂરિએ કહ્યું છે-ગુરુકુલવાસના
વ૬ ૧૦૬
ગુરુ ભક્તિ