________________
गुरोरेकाग्रयमातन्वन्, गणेषु प्रथमः श्रिये ।
गुरोरतिक्रमे दुःखं, वक्रतायां च जन्मिनाम् ||२४/१९।। અર્થ : ગુરુને એકતાન કરનાર શિષ્ય ગણોમાં પ્રથમ આવે છે અને તે તેની સંપતિ માટે થાય છે. ગુરુને ઓળંગવામાં અને ગુરુથી વાંકા ચાલવામાં જીવોને દુઃખ મળે છે. (૨૪/૧૯).
गुरुः पोतो दुस्तरेऽब्धौ , तारकः स्याद् गुणान्वितः ।
साक्षात् पारगतः श्वेत-पटरीतिं समुन्नयन् ॥२४/२०|| અર્થ : સફેદ કપડાને ધારણ કરનાર, સાક્ષાત્ પરમાત્મા, ગુણોથી યુક્ત એવા ગુરુ દુઃખેથી તરાય એવા સંસારસમુદ્રમાં તારનાર જહાજ છે. (૨૪૨૦)
स्यादक्षरपदप्राप्ति-द्वैधापि गुरुयोगतः ।
गुरुरूपेण भूभागे, प्रत्यक्षः परमेश्वरः ||२४/२१|| અર્થ ગુરુના યોગથી બન્ને ય રીતે અક્ષર પદ (જ્ઞાન અને મોક્ષ)ની પ્રાપ્તિ થાય છે, પૃથ્વી પર ગુરુના રૂપમાં સાક્ષાત્ પરમાત્મા અવતર્યા છે. (૨૪/૨૧) ૯) હિંગુલપ્રકરણમાં કહ્યું છે
अयोमयोऽपि यो मर्त्यः, सुवर्णमुकुटोपमः ।
कृतो यद्गुरुणा नालं, तस्योपकारपूर्तये ||१७३|| અર્થ : જે મનુષ્ય લોઢા જેવો હતો તેને પણ જે ગુરુએ સોનાના મુગટ જેવો કર્યો તે ગુરુના ઉપકારનો બદલો વાળી શકાય નહી. (૧૭૩)
गुरुः प्रवहणं सम्यक, संसारार्णवतारणे | - यथा केशीकुमारोऽभूत्, प्रदेशीनृपतारकः ||१७४।।
અર્થ : જેમ કેશીકુમાર પ્રદેશ રાજાને તારનારા થયા તેમ ગુરુ સંસાર સાગરથી તારવા સારા વહાણ સમાન છે. (૧૭૪) ૧૦) દાનપ્રકરણમાં કહ્યું છેव्याख्यानादन्यदाप्येषां, चेतसे यन्न रोचते ।
अपथ्यमिव दूरेण, हितैषी तद्विवर्जयेत् ||२/४१।। અર્થ : વ્યાખ્યાન સિવાયના કાળમાં પણ એમના (ગુરુના) ચિત્તને જે ન ગમે તેને હિતને ઇચ્છનાર મનુષ્ય અપથ્યની જેમ દૂરથી વર્ઝ. (૨/૪૧)
चित्तानुवर्ती सर्वत्र, प्रविष्ट इव चेतसि । प्रवर्तेत निवर्तेत, हितकारी प्रियङ्करः ||२/४२।।
૧૦૪
ગુરુ ભક્તિ