________________
અર્થ : જેમના મનમાં ગુરુ ઉપર ઘણી અભક્તિ હોય એટલે કે આશાતના, અવજ્ઞા વગેરે હોય તેમનો જન્મ પાપાનુબંધી પાપથી થયો છે એમ જણાય છે. (૯૬).
पूर्व कृता करिष्यामः, साम्प्रतं व्याकुला वयम् । गुरुभक्ति प्रति प्रोचु-र्ये तेषां ननु विस्मृता ||९७|| कालरात्रिर्यकारूढा, अविज्ञातसमागमा ।
समाप्यते क्षणादेव, यस्यां कार्यपरम्परा ||९७|| અર્થ ગુરુભક્તિ માટે જેઓ એમ કહે છે કે, “અમે પહેલા ઘણી ગુરુભક્તિ કરી છે, એટલે હવે અમારે ગુરુભક્તિ કરવાની જરૂર નથી.” અથવા “હમણા અમે બહુ કામમાં છીએ, એટલે ગુરુભક્તિ કરવાનો અમારી પાસે સમય નથી, અમે ભવિષ્યમાં ગુરુભક્તિ કરીશું.” તેઓ ખરેખર કાળરાત્રી (મરણની રાત) ને ભૂલી ગયા છે કે જેનો આવવાનો સમય જણાતો નથી અને જેમાં બધા કાર્યો એક ક્ષણમાં પૂરા થઇ જાય છે. (૯૭-૯૮).
किं बहुना विचारेण, यदि कार्यं सुखैर्जनाः । तत्सर्वकुग्रहत्यागाद्-गुरुभक्तिर्विधीयताम् ॥९९।। અર્થ : હે લોકો ! બહુ વિચાર કરવાથી શું ? જો સુખ જોઇતું હોય તો બધા કદાગ્રહો છોડીને ગુરુભક્તિ કરો. (૯૯) ૨) યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે
गुरुभक्तिप्रभावेन, तीर्थकृद्दर्शनं मतम् । समापत्यादिभेदेन, निर्वाणकनिबन्धनम् ॥६४।। અર્થ : ગુરુભક્તિના પ્રભાવથી સમાપત્તિ આદિની ભેદથી પ્રભુનું દર્શન થાય છે, આ રીતે ગુરુભક્તિના પ્રભાવથી થતું તીર્થંકરનું દર્શન મોક્ષનું સફળ કારણ છે. (૬૪) ૩) ઉપદેશકલ્પવલ્લીમાં કહ્યું છેगुर्वाज्ञां मुकुटीकुर्वन्, गुरूक्तं कर्णपूरयन् ।
गुरुभक्ति धरन् हारं, सुशिष्यः शोभते भृशम् ॥१७७|| અર્થઃ ગુરુની આજ્ઞાને મુગટની જેમ મસ્તકે ધારણ કરનારો, ગુરુવચનને કુંડલની જેમ કાનમાં ધારણ કરનારા અને ગુરુભક્તિને હારની જેમ હૃદયમાં ધારણ કરનારો સુશિષ્ય ખૂબ શોભે છે. (૧૭૭).
સમર્પણ,
ન ૧૦૧)