________________
ગુરુભક્તિનું માહાભ્ય
વિવિધ શાસ્ત્રોમાં ગુરુભક્તિનું માહાત્મ વિવિધ રીતે બતાવ્યું છે. તે આ પ્રમાણે (૧) ધર્મરત્નકરંડકમાં કહ્યું છે
गुरुभक्तिर्भवाम्भोधे-स्तारिका दुःखवारिका ।
धन्यानां वर्तते चित्ते, प्रत्यहं नौरिव दृढा ||७७|| અર્થ ગુરુભક્તિ નાવડી જેવી છે. તે સંસાર સમુદ્રથી તારે છે અને દુઃખોને વારે છે. જેમના મનમાં હંમેશા દૃઢ ગુરુભક્તિ હોય છે. તેઓ ધન્ય છે (૭૭)
पापोपहतबुद्धीनां, येषां चेतसि न स्थिता ।
गुरुभक्तिः कुतस्तेषां, सम्यग्दर्शनमुत्तमम् ||८०|| અર્થ પાપથી હણાયેલી બુદ્ધિવાળા જે જીવોના મનમાં ગુરુભક્તિ રહેલી નથી તેમનામાં ઉત્તમ એવું સમ્યગ્દર્શન ક્યાંથી હોય? અર્થાત્ ન હોય. (૮૦)
गौरव्या गुरवो मान्या, धर्ममार्गोपदेशकाः ।
सेवनीयाः प्रयत्नेन, संसाराम्बुधिसेतवः ||८७|| અર્થ : ગુરુ ધર્મમાર્ગનો ઉપદેશ આપનારા છે અને સંસાર સાગરથી પાર ઉતારવા સેતુ (પુલ) સમા છે. આવા ગુરુનું ગૌરવ કરવું જોઇએ, તેમને માનવા જોઇએ અને પ્રયત્નપૂર્વક તેમની સેવા કરવી જોઇએ. (૮૭)
सर्वदा मानसे येषां, गुरुभक्तिर्गरीयसी ।
पुण्यानुबन्धिपुण्येन, तेषां जन्मेह गीयते ||९४|| અર્થ : જેમના મનમાં હંમેશા મોટી એવી ગુરુભક્તિ હોય છે તેમનો અહીં જન્મ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી થયો કહેવાય છે. (૯૪)
औदासीन्यं गुरौ येषा-मृद्धयादि च विलोक्यते । पापानुबन्धिपुण्येन, तेषां जन्म निगद्यते ||९५।। અર્થ : જેઓ ગુરુ પ્રત્યે ઉદાસીન હોય એટલે કે તેમની ભક્તિ વગેરે ન કરતા હોય અને છતાં તેમના ઋદ્ધિ વગેરે દેખાતા હોય તો તેમનો જન્મ પાપાનુબંધી પુણ્યના ઉદયથી થયો કહેવાય છે. (૯૫)
अभक्तिर्मानसे येषां, गुरौ भवति भूयसी । पापानुबन्धिपापेन, तेषां जन्मेति लक्ष्यते ||९६||
વજુ ૧૦૦)
ગુરુ ભક્તિ