________________
લાગ્યો. તેથી ગુરુદેવે તેને કહ્યું, “તેં ભણવા માટે ચારિત્ર લીધું. તેં સારો અભ્યાસ પણ કર્યો. હવે નિદ્રામાં આસક્ત થઇ શા માટે બધુ હારી જાય છે.” તે બોલ્યો, “હું ક્યાં ઊંઘું છું. હું તો રોજ બરાબર પાઠ કરું છું.” ગુરુદેવે વિચાર્યું, “એક તો ઊંઘે છે અને પાછું જૂઠ બોલે છે. એક દિવસ તે ઊંઘતો હતો ત્યારે ગુરુદેવે મોટેથી બૂમ પાડી. છતાં તેણે ન સાંભળી. એટલે ગુરુદેવે તેને ઉઠાડીને કહ્યું, “તું કહે છે કે હું સૂતો નથી. આ શું છે ? તને મારી બૂમ પણ ન સંભળાઇ.” તે બોલ્યો, “હું ઊંડું ચિંતન કરતો હતો. હું ઊંઘતો ન હતો. થોડા દિવસ બાદ ગુરુદેવે તેને ઉઠાડીને પાઠ કરવા ફરી પ્રેરણા કરી. થોડી અરૂચિ સાથે તે બોલ્યો, “આજે સૂવા દો, કાલે પાઠ કરીશ.” થોડા દિવસ પછી ફરી ગુરુદેવે પ્રેરણા કરી. તે બોલ્યો, “શું આ રોજ રોજ ટક ટક કરો છો ? મને બધું યાદ જ છે. અમે કંઇ નાના બાળક છીએ કે વારંવાર કહ્યા કરો છો.” ગુરુદેવની બોલતી બંધ થઇ ગઇ. થોડા દિવસ પછી ફરી ગુરુદેવને કરૂણા આવી એટલે પ્રેરણા કરી. તેણે ગુસ્સાથી કહ્યું, “આપ માણસ છો કે રાક્ષસ ? નિરાંતે ઊંઘવા પણ દેતા નથી. હું એકલો જ ઊંઘું છું ? આ બધા પણ ઊંઘે છે. છતાં આપ એમને કશું જ કહેતા નથી. આપ મને જ કહ્યા કરો છો.” ગુરુદેવને આઘાત લાગ્યો. છતાં પોતાની જાતને સંભાળીને તેઓ બોલ્યા, “વત્સ ! આ અન્ય સાધુઓ ઓછું ભણેલા છે. તેમનો પાઠ થઇ ગયો છે. પાઠના અભાવે તેમને બહુ નુકસાન નહીં થાય. તારી પાસે અગાધ જ્ઞાન છે. જો તું પાઠ નહી કરે તો તારી બધી મહેનત પાણીમાં જશે. માટે તારા ઉપરની હિતબુદ્ધિથી તને વારંવાર કહું છું, તને હેરાન કરવા નહીં. તને ન ગમતું હોય તો હવેથી નહીં કહું ?' પુંડરીક બોલ્યો, “હા, હવેથી તમારે મને એક શબ્દ પણ કહેવો નહી.” ગુરુદેવે કહેવાનું બંધ કર્યું. પુંડરીકનો પ્રસાદ વધ્યો. તેનું જ્ઞાન ઘટ્યું. તેનું ચારિત્ર પણ ગયું. તેનું સમ્યકત્વ પણ ગયું. તે મિથ્યાત્વ પામ્યો. મરીને તે નિગોદમાં ગયો. અનંતકાળ સુધી તેણે ત્યાં દુઃખ ભોગવ્યું.
ગુરુ આપણી ભૂલ કાઢે છે તે આપણને સુધારવા, નહીં કે આપણું અપમાન કરવા. ગુરુ આપણી ભૂલ કાઢે એ આપણને ન ગમે, આપણે એને ન સ્વીકારીએ, ગુસ્સે થઇ જઇએસામો જવાબ આપીએ તો ગુરુ આપણી ભૂલ કાઢવાનું બંધ કરી દેશે. તેથી એમને નુકસાન નહીં થાય, પણ આપણને જ નુકસાન થશે. ગુરુ આપણી ભૂલ નહીં કાઢે તો બીજુ કોણ કાઢશે ? જો કોઇ આપણી ભૂલ નહીં કાઢે તો આપણી ભૂલો સુધરશે નહી. જો આપણી ભૂલો
ગુરુ ભક્તિ