________________
દત્તને પસ્તાવો થયો. તે ગુરુના ચરણોમાં પડ્યો. તેણે ગુરુને ખમાવ્યા ને ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લઇ પોતાની શુદ્ધિ કરી.
ગુરુની અવજ્ઞા કરનારને દેવતા, કર્મસત્તા વગેરે પરચો બતાવે છે. કદાચ ગુરુના દોષો જોવાઇ જાય, ગુરુની નિંદા, અવજ્ઞા વગેરે થઇ જાય તો પણ ગુરુ પાસે તેની માફી માગી શુદ્ધિ કરવી.
() ચૌદપૂર્વધર પુંડરીક મુનિ ઃ અલ્પજ્ઞાની પણ જો ગુરુને સમર્પિત હોય તો સંસારસાગરને સહેલાઇથી તરી જાય છે. મહાજ્ઞાની પણ જો ગુરુની અવજ્ઞા કરે તો સંસારમાં ડૂબી જાય છે. મોક્ષે જવા જ્ઞાન કરતા સમર્પણભાવ વધુ આવશ્યક છે. જ્ઞાન ઓછું-વતું હોય તો હજી ચાલે પણ સમર્પણભાવની કચાશ તો જરાય ન ચાલે. ગુરુની આશાતના કરનારા ચૌદ પૂર્વધરો પણ નિગોદમાં રવાના થઇ ગયા.
બ્રહ્મપુરમાં સુનંદ શેઠનો પુંડરીક નામે પુત્ર રહેતો હતો. તે બહુ બુદ્ધિશાળી હતો. તે થોડા જ દિવસોમાં બધી કળાઓ શીખી ગયો. તેણે કોઇ સાધુને પૂછ્યું, “કળાઓનો મહાન વિસ્તાર શેમાં છે ?' તેમણે કહ્યું, “ચૌદ પૂર્વોમાં.” પુંડરીક-ચૌદ પૂર્વો કેટલા મોટા છે ?' સાધુ-“ગુરુદેવને પૂછ' તેણે ગુરુદેવને પૂછ્યું. ગુરુદેવે ચૌદ પૂર્વોનું સ્વરૂપ અને વિસ્તાર કહ્યો. પુંડરીક“મને ચૌદ પૂર્વો ભણાવો.” ગુરુદેવ-“સાધુઓ જ તેને ભણી શકે, ગૃહસ્થ નહીં.” પુંડરીક-“મને દીક્ષા આપો'. માતા-પિતાની રજા લઇ તેણે ચારિત્ર લીધું. થોડા જ દિવસોમાં તે ચૌદપૂર્વે ભણી ગયો. તે રોજ તેનું પુનરાવર્તન કરે છે. થોડા દિવસ પછી તે આળસુ બન્યો પુનરાવર્તનની તેની રૂચિ ઓછી થઈ ગઈ. સૂત્રના અર્થનું ચિંતન કરવામાં તેને કંટાળો આવવા લાગ્યો. આમ બે-ત્રણ દિવસ થયા. એટલે ગુરુએ તેને પ્રેરણા કરી. તે ફરી પાઠ કરવા લાગ્યો. થોડા દિવસ પછી પાઠ કરતાં તેને બગાસા આવવા લાગ્યા. તે પીઠ મરડવા લાગ્યો, તે હાથ ઉંચા-નીચા કરવા લાગ્યો, તે આંગળીઓ વાળવા લાગ્યો. પાઠ કરતાં કરતાં તે ઢળી પડ્યો. ગુરુએ તેને કહ્યું, “પાઠ વિના બધુ ભૂલાઇ જશે. માટે પ્રમાદ છોડી બરાબર પાઠ કર.” ફરી તેણે પાઠ ચાલુ કર્યો. થોડા દિવસ પછી તો પ્રતિક્રમણ કરીને તે સંથારા વિના જ સુઈ જતો. સવારે પણ માંડ માંડ ઊઠતો. આમ ઘણા દિવસ ચાલ્યું. એટલે ગુરુએ કડક શબ્દોમાં તેને કહ્યું, “હવે પાઠ નહીં કરે તો શિક્ષા થશે.” તેથી શિક્ષાના ડરથી તે પાઠ કરવા લાગ્યો. પણ થોડા દિવસ પછી ફરી પાઠ છૂટી ગયો. તે ઘસઘસાટ ઉંઘવા
સમર્પણમ્