________________
દ્રવ્યdદત-ભાવવંદન
દ્રવ્યવંદન : ભાવ વિના માત્ર વંદનની બાહ્ય ક્રિયા કરવારૂપ વંદન તે દ્રવ્યવંદન. ભાવવંદનઃ અંદરના ભાવોલ્લાસપૂર્વક યથાશક્તિ વંદનની બાહ્ય ક્રિયા કરવા રૂ૫ વંદન તે ભાવવંદન.
દ્રવ્યવંદનથી સામાન્ય લાભ થાય છે. ભાવવંદનથી અચિંત્ય લાભ થાય છે, લખલૂટ કર્મનિર્જરા થાય છે, કેવળજ્ઞાન અને મોક્ષ થાય છે.
દ્રવ્યવંદન અને ભાવવંદનના સ્વરૂપ અને ફળની ભિન્નતા નીચેના દૃષ્ટાંત ઉપરથી સમજાશે.
(૧) શ્રીપુર નગરના શીતલ રાજાએ ધર્મઘોષસૂરિજી પાસે દીક્ષા લીધી. ગુરુએ અનુક્રમે તેમને આચાર્યપદવી આપી. તેઓ શીતલાચાર્ય નામથી પ્રસિદ્ધ થયા. તેમના સંસારી ચાર ભાણેજોએ પણ કોઇ સ્થવિર પાસે દીક્ષા લીધી. તેઓ ગીતાર્થ બન્યા. એકવાર ગુરુની આજ્ઞા લઇ તેઓ મામા મહારાજને વંદન કરવા ગયા. તેઓ સાંજે પહોંચ્યા એટલે નગર બહાર રોકાઈ ગયા. કોઇક શ્રાવક દ્વારા મામા મહારાજને સમાચાર પહોંચાડ્યા. રાત્રે ચારે મહાત્માઓને કેવળજ્ઞાન થયું. સવારે તેઓ શીતલાચાર્ય પાસે ન ગયા એટલે શીતલાચાર્ય પોતે જ તેમની પાસે આવ્યા. મહાત્માઓ કેવળી હોવાથી તેમણે શીતલાચાર્યનો સત્કાર ન કર્યો. એટલે શીતલાચાર્યે તેમને ગુસ્સાથી વંદન કર્યું. મહાત્માઓએ કહ્યું, “આ તો દ્રવ્યવંદન થયું, હવે ભાવવંદન કરો.” શીતલાચાર્યે પૂછ્યું, “શી રીતે જાણ્યું ?' મહાત્માઓ-કેવળજ્ઞાનથી' શીતલાચાર્યે મહાત્માઓને ખમાવ્યા. ચારે મહાત્માઓને તેમણે ફરી વંદન કર્યા. પછી શુભ ધ્યાનમાં ચઢતા તેમને પણ કેવળજ્ઞાન થયું.
શીતલાચાર્યનું ગુસ્સાપૂર્વકનું વંદન તે દ્રવ્યવંદન. તેમનું બીજી વારનું વંદન તે ભાવવંદન.
(૨) કૃષ્ણ મહારાજાએ અઢાર હજાર સાધુ ભગવંતોને ભાવથી દ્વાદશાવર્ત વંદન કર્યા. તેમના વીરક નામના રાજસેવકે કૃષ્ણની અનુવૃત્તિથી બધા સાધુઓને વંદન કર્યા.
કૃષ્ણ મહારાજાને વંદન તે ભાવવંદન. વીરકનું વંદન તે દ્રવ્યવંદન.
ગુરુ ભક્તિ