________________
ચેડારાજાની વૈશાલીનગરી જીતી.
આમ કૂલવાલકમુનિએ ગુરુની ઘોર આશાતના કરી. તેણે ગુરુને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો. ગુરુની હિતશિક્ષાઓ તેને કડવી લાગી. ગુરુ પ્રત્યે તેને દ્વેષ અને ગુસ્સો હતો. ગુરુની આવી વિરાધના કરવાથી તેનું દ્રવ્યચારિત્ર અને ભાવચારિત્ર બન્ને નાશ પામ્યા. તે નદીદેવતાને ખુશ કરી શક્યો પણ ગુરુને ખુશ ન કરી શક્યો. તે નદીના પ્રવાહને વાળી શક્યો પણ પોતાના મનને ન વાળી શક્યો. આમ ગુરુની આશાતનાના ભયંકર ફળો જોઇ બીજાઓએ ગુરુની આશાતના ટાળવી અને ગુરુભક્તિમાં તત્પર બનવું.
(૨) ગોશાળો : ગુરુની આશાતના કરનારો રીબાઇ રીબાઇને મરે છે અને અનેક ભવો સુધી દુર્ગતિમાં રખડે છે. આ સંબંધમાં ગોશાળાનું દ્રષ્ટાંત સમજવા જેવું છે.
વિરપ્રભુના માસખમણના પારણે પાંચ દિવ્ય થયા જોઇને ખંખલીઝંખનો દિકરો ગોશાળો મુખ અને માથાનું મુંડન કરાવી. “હું તમારો શિષ્ય છું, આપની દીક્ષા મને મળો.' એમ કહી પ્રભુનો શિષ્ય બની ગયો.
પાછળથી ભવિતવ્યતાવશ પ્રભુ પાસેથી જ તેજોવેશ્યાની વિધિ જાણી, પાર્શ્વપ્રભુના શિષ્ય પાસેથી અષ્ટાંગનિમિત્ત ભણી પોતાની જાતને સર્વજ્ઞા કહેવડાવતો વિચરે છે. શ્રાવસ્તીમાં પ્રભુએ તેની સર્વજ્ઞતાનું ખંડન કરતાં ગુસ્સે થઇ પ્રભુ પર તેજોલેગ્યા છોડી. પ્રભુને પ્રદક્ષિણામાં દઇ પાછી ફરેલી તેજલેશ્યાથી ગોશાળો સાત દિવસમાં મર્યો.
મરતાં મરતાં ગોશાળો સમ્યકત્વ પામ્યો એટલે બારમા દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવી તે મહાપા નામનો રાજપુત્ર થઈ સાધુઓની નિંદા કરશે, હિલના કરવી, મારવા-બાંધવા-હણવા-એમ હેરાન કરશે. એકવાર તે કારણ વિના ગુસ્સે થઇ રથના અગ્ર ભાગથી એક મુનિને વારંવાર પાડશે. તેથી મુનિ તે જોવેશ્યાથી તેને બાળી નાંખશે. મરીને તે બધી નરકોમાં બે-બે વાર જશે. પછી તિર્યંચની બધી જાતિઓમાં વારંવાર ઉત્પન્ન થશે. બધે શસ્ત્રથી અને દાહથી મરશે. આમ અનંતકાળ સુધી દુઃખ ભોગવશે.
(૩) જમાલિમુનિ : પોતાની બુદ્ધિથી ન સમજાતું પણ ગુરુવચન માનવું અને તેને સમજવા પ્રયત્ન કરવો. જો આપણી બુદ્ધિમાં ન બેસવા માત્રથી ગુરુવચન અવગણીએ તો ગુરુની આશાતના થવાથી આપણો અનંતસંસાર વધી જાય. પંચાશકમાં કહ્યું છે
ગુરુ ભક્તિ