________________
ગુરુની આશાતના કરનારા ડૂબી ગયા
ગુરુની ભક્તિ કરનારાને થનારા લાભો પ્રસંગો સહિત સમજાવીને ગુરુભક્તિનું મહત્ત્વ બતાવ્યું. હવે ગુરુની આશાતના કરનારાને થનારા નુકસાનો પ્રસંગો સહિત સમજાવીને ગુરુભક્તિનું મહત્ત્વ સમજાવીશું.
(૧) ફૂલવાલક મુનિ : ગુરુની આશાતના કરનારો ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. એક બાજુ ઉંચામાં ઉંચી ચારિત્રની સાધના કરે અને બીજી બાજુ ગુરુની અવજ્ઞા કરે તેની ચારિત્રની બધી સાધના ધૂળધાણી થઇ જાય છે. તે ચારિત્રની સાધના કરે છે એ પણ પોતાની ઇચ્છાથી, ગુરુની ઇચ્છાથી નહી. ગુરુ પ્રત્યે તેને સમર્પણભાવ નથી. તેને પોતાની ઇચ્છાનો કદાગ્રહ છે. સ્વાગ્રહ મોહના ઉદયથી થાય છે. અષ્ટપ્રકરણમાં કહ્યું છે,
'न मोहोद्रिक्तताऽभावे, स्वाग्रहो जायते क्वचित् । गुणवत्पारतन्त्र्यं हि, तदनुत्कर्षसाधनम् ॥२२/४॥' અર્થ : મોહના ઉદય વિના ક્યાંય સ્વાગ્રહ થતો નથી. ગુણવાન ગુરુની પરાધીનતા એ મોહને ઘટાડવાનું સાધન છે.
આ મોહનો ઉદય એક દિવસ તેને ચારિત્રની બધી સાધનાઓથી ભ્રષ્ટ કરે છે. સુંદર ચારિત્ર પાળવું હોય તો મોહને દૂર કરવો પડે. મોહને દૂર કરવા ગુણવાન ગુરુને પરાધીન બનવું પડે. આમ ગુણવાન ગુરુની ભક્તિથી મોહ દૂર થાય છે. તેથી સુંદર ચારિત્ર પળાય છે. તેથી શીઘ્ર મોક્ષ થાય છે. આમ ચારિત્રની સફળતાનું મુખ્ય કારણ પણ ગુરુભક્તિ છે. જે ગુરુની આશાતના કરે છે તેનું ચારિત્ર સફળ થતું નથી, તે નિષ્ફળ જાય છે.
એક આચાર્યમહારાજનો એક શિષ્ય વાંદરાની જેમ અસ્થિર હતો. તેની ભૂલ થતી ત્યારે ગુરુ સા૨ણા-વારણા વગેરે કરતાં તો તે ગુસ્સે થતો, પણ ગુરુની વાત માનતો ન હતો. એકવાર સૂરિજી શિષ્યો સાથે ઉજ્જયંતગિરિની જાત્રા કરવા ગયા. ઊતરતી વખતે ગુરુ આગળ હતા અને પેલો આવનીત શિષ્ય પાછળ હતો. ગુરુની વારંવારની હિતશિક્ષાને લીધે તેના મનમાં ગુરુ પ્રત્યે દ્વેષ હતો. તે ગુરુનું ખરાબ કરવા લાગ શોધતો હતો. તેણે પાછળથી ગુરુ તરફ મોટો પથ્થર ગબડાવ્યો. અવાજથી ગુરુને ખબર પડી ગઇ કે શિષ્યે પથ્થર ગબડાવ્યો છે. ગુરુએ પાછળ જોયું. ખરેખર ધસમસતો આવતો પથ્થર જોયો. ખસવાનો સમય ન હતો. એટલે ગુરુએ બે પગ પહોળા કર્યા. પથ્થર વચ્ચેથી
૯૦
ગુરુ ભક્તિ