________________
ગુરુબહુમાન એ મોક્ષનું મુખ્યકારણ છે. આ ભવમાં જે ગુરુની પરમાત્માની જેમ ભક્તિ કરે છે તેને ભવાંતરમાં પરમાત્મા ગુરુ તરીકે મળે છે. પછી તેનો મોક્ષ હાથવેંતમાં જ હોય છે. તે શીધ્ર મુક્તિગામી બને છે. પંચસૂત્રમાં કહ્યું છે, 'મમો પરમગુરુસંગોનો, તો સિદ્ધી મસંસ’ ગુરુબહુમાનથી પરમાત્માનો સંયોગ થાય છે, પછી તેનો નિશ્ચિત મોક્ષ થાય છે. ગુરુભક્તિ વિનાની એકલી પરમાત્મભક્તિ એ દંભ છે. તેને ગુરુભક્તિ નથી ગમતી, કેમકે ગુરુ તેની ઇચ્છા વિરૂદ્ધ કરે છે કે કહે છે. પરમાત્મભક્તિ તેને ગમે છે, કેમકે પરમાત્મા કંઇ કહેતા કે કરતા નથી. જો પરમાત્મા પણ તેની ઇચ્છા વિરૂદ્ધ કરે કે કહે તો પરમાત્માનું છોડી દેતા ય તેને વાર ન લાગે. માટે જેના જીવનમાં ગુરુભક્તિ છે તે જ સમર્પિત છે. તે જ પરમાત્માની ખરી ભક્તિ કરી શકે છે. માટે ગુરુભક્તિવાળાને જ પરમાત્માનો સંયોગ થાય છે. પરમાત્માનો સંયોગ થયા પછી તેમની આજ્ઞા મુજબ સુંદર આરાધના કરી તે મોક્ષે જાય છે. આમ મોક્ષનું મૂળ ગુરુભક્તિ છે. બધા કલ્યાણોનું મૂળ ભક્તિ છે. આલોકપરલોકની બધી સમૃદ્ધિઓનું મૂળ ગુરુભક્તિ છે. માટે બીજા કોઇ આડાઅવળા વિચારો કર્યા વિના એકમાત્ર ગુરુભક્તિમાં ઓતપ્રોત બની જવું.
2
ક
4
.
સમર્પરાયું
સમર્પણમ્
૯૯ ર