________________
સિંહના મનમાં જૈનધર્મ પ્રત્યે દ્વેષ થયો. તેણે સૈન્ય સહિત મંત્રીના ઘરને ઘેરો ઘાલ્યો. મંત્રી પણ યુદ્ધ કરવા તૈયાર થયા. પરસ્પર યુદ્ધ થયું. રાજગુરુએ રાજાને સમજાવ્યા. રાજાએ યુદ્ધ અટકાવ્યું, રાજાએ મામાને મંત્રીના પગમાં પડાવ્યો, અને મંત્રી અને મામા વચ્ચે સંધી કરાવી. મંત્રીએ રાજાને કહ્યું, ‘દેવગુરુના દ્વેષીને હું આપની સમક્ષ પણ શિક્ષા કરીશ.’ રાજાએ કહ્યું, ‘કોઇએ જૈન મુનિઓનું જરાય પણ અપમાન કરવું નહી. એ મુનિઓ સત્ય, શીલ અને તપોનિષ્ઠ હોવાથી જગતમાં પૂજ્ય છે.' આમ જૈનધર્મની મોટી પ્રભાવના થઇ. (૧૫) સર્વાનુભૂતિમુનિ-સુનક્ષત્રમુનિ : શિષ્ય પોતે તો ગુરુની હીલના ન જ કરવી જોઇએ, પણ બીજા દ્વારા થતી ગુરુની હીલનાની ઉપેક્ષા પણ ન ક૨વી જોઇએ, પ્રાણના ભોગે પણ તેણે ગુરુની હીલના અટકાવવી જોઇએ. ગુરુની બીજા દ્વારા થતી હીલનાની ઉપેક્ષા એ પણ ગુરુની આશાતના છે. બીજા દ્વારા થતી ગુરુની હીલનાને અટકાવવી એ પણ ગુરુભક્તિ છે. શ્રાવસ્તીમાં પધારેલા પ્રભુ વીરે ગોશાળો જિન-સર્વજ્ઞ નથી આ સત્ય ઉઘાડુ પાડતા દ્વેષથી અને રોષથી ધમધમતો ગોશાળો ત્યાં આવીને પ્રભુને અવજ્ઞાજનક વચનો બોલે છે. તે સહન નહીં થતા, પ્રભુની મનાઇ છતાં સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના સાધુઓ ક્રમશઃ ગોશાળાને ગુરુનિંદા કરતા અટકાવવાના પ્રયત્ન કરે છે તેમાં ગોશાળો તેજોલેશ્યા છોડી તેમને બાળી નાખે છે.
સર્વાનુભૂતિમુનિ અને સુનક્ષત્રમુનિ બન્ને ગોશાળાના સામર્થ્યને જાણતા હતા. પ્રભુએ બધાને વચ્ચે આવવાની ના પાડી હતી. છતાં આ બન્ને મહાત્માઓનો ગુરુ પ્રત્યેનો ભક્તિભાવ એવો પરાકાષ્ઠાનો હતો કે તેમનાથી રહેવાયું નહીં. તેમણે બીજો કશો વિચાર કર્યા વિના ગોશાળાને પ્રભુનો તિરસ્કાર કરતો અટકાવ્યો. નિરુત્તર થવાના કારણે ગોશાળાએ ગુસ્સે થઇને તેજોલેશ્યાથી તેમને બાળી નાંખ્યા. છતાં તેમનું સત્ત્વ ચલિત ન થયું. તેઓ વૈમાનિક દેવલોકમાં મોટી ઋદ્ધિવાળા દેવ થયા અને પછીના ભવે મોક્ષે જશે.
• ‘મા રુષ અને મા તુષ' એ છ અક્ષરનું વાક્ય પણ જેને યાદ નહોતું રહેતું એ મહાત્મા ગુરુવચનને વળગીને અખંડ ૧૨ વર્ષ પુરુષાર્થ કરવાથી કેવળજ્ઞાન પામી ગયા.
• ગુરુ ચંડરૂદ્રાચાર્યના અતિતીવ્રક્રોધાવેશના કારણે અનિચ્છા છતાં દીક્ષા લેવી પડી, ગુરુને ઉંચકીને રાત્રે વિહાર કરવો પડ્યો, આટલી વિષમ સ્થિતિમાં સમર્પણમ
८७