________________
ગઇ. સામે છરી હાથમાં લઇને બેઠેલા ગુરુને જોયા. તેણે પાછી આંખો મીંચી દીધી. ગુરુએ શિષ્યના હૃદયનો ભાગ ચીરીને કાળજાનું થોડું માંસ કાઢી રાક્ષસને આપ્યું. છતાં શિષ્ય ઉંહકારો પણ ન કર્યો. રાક્ષસ ખુશ થઇને જતો રહ્યો. ગુરુએ સંરોહણી ઔષધિથી શિષ્યનો ઘા રુઝવી નાંખ્યો. સવારે ગુરુએ શિષ્યને પૂછ્યું, ‘રાતે મેં તારા શરીર પ૨ છી ચલાવી ત્યારે તને શું વિચાર આવ્યો ?' શિષ્ય કહ્યું, ‘આપને જોઇને મેં વિચાર્યું, ‘ગુરુ જે કરશે તે મારા સારા માટે જ કરશે.’ મેં કોઇ ખરાબ વિચાર કર્યો નહોતો. પછી હું નિશ્ચિંત થઇ સૂઇ ગયો.' ગુરુ તેની
ઉપર પ્રસન્ન થયા.
આમ તે શિષ્ય ગુરુ ઉપર શ્રદ્ધા રાખી તો તે બચી ગયો.
(૧૩) રામજી ગંધાર : ગૃહસ્થના હૃદયમાં ગુરુ પ્રત્યેનો ભક્તિભાવ એવો ઉછળતો હોય કે, તે અવસરે અવસરે ગુરુનો મહાન સત્કાર કરે. ગુરુનો ઠાઠમાઠપૂર્વક દબદબાભર્યો નગરપ્રવેશ કરાવે. અરે ! ગુરુના આગમનની વધામણી આપનારને પણ એવો ન્યાલ કરી દે કે ચારે બાજુ ગુરુની મહાનતાની સુવાસ ફેલાઇ જાય. પોતાના ગુરુ જગદ્ગુરુ આચાર્યશ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના આગમનના સમાચાર આપનારને રામજી ગંધારે ચાવીના ઝૂડામાંથી કોઇપણ ચાવી લેવા કહી. પેલાએ મોટી ચાવી રાખી. તેમાંથી દોરડા નીકળ્યા. તે વેચતા આવેલા ૧૧ લાખ રૂપિયા ગુરુના આગમનની વધામણી આપનારને શેઠે આપ્યા. શેઠને ગુરુની ઉપાસના કરવી હતી. તેથી ગુરુના આગમનની વધામણી એમને બહુ કિંમતી લાગી. આવી રીતે ગુરુનું ગૌરવ વધારવું એ પણ ગુરુભક્તિ છે.
(૧૪) મંત્રીશ્વર વસ્તુપાળ : ગુરુનાં અન્ય દ્વારા થતા અપમાન, હેરાનગતિ, તિરસ્કાર વગેરેને નિવારવા એ પણ એક પ્રકારની ગુરુભક્તિ છે. એ માટે અઢળક સંપતિનો વ્યય કરવો પડે કે જાનની બાજી લગાવવી પડે તો પણ તેમાં પાછા પડવું નહી.
વસ્તુપાળ મંત્રીએ ગુરુ ભગવંતો માટે સાત માળની પૌષધશાળા બનાવી હતી. એકવાર એક મહાત્માએ કાજો લઇ અવિધિથી પરઠવ્યો. કાજાની ધૂળ નીચેથી પસાર થતા વીરધવલ રાજાના સિંહ નામના મામાના માથા પર પડી. તેમણે ગુસ્સે થઇને તે મહાત્માને નિર્દય રીતે માર માર્યો. આ વાતની મંત્રીને જાણ થતા તેમને પણ ગુસ્સો આવ્યો. તેમણે સિંહરાજાના હાથ કપાવી નંખાવ્યા.
ગુરુ ભક્તિ
૮૬