________________
વગેરે માંડલી વ્યવસ્થા હેમચન્દ્રવિજયજીએ સંભાળેલી. તે વખતે પૂજ્યશ્રીની આજ્ઞાથી પ્રવચનો પણ તેઓ કરતાં. પૂજ્યશ્રીનો બધો પત્રવ્યવહાર પણ તેઓ સંભાળતાં. આમ એ ચાતુર્માસમાં પૂજ્યશ્રીની બધી જવાબદારી પોતાના માથે લઇ તેમને સફળતાપૂર્વક નિભાવેલી. તેમણે પૂજ્યશ્રીને ચિંતામુક્ત કર્યા હતા, તેથી પૂજ્યશ્રી હળવાફૂલ થઇ આરાધના કરી શકતા હતા.
એ અંતિમ ચાતુર્માસમાં કરેલી પૂજ્યશ્રીની ભક્તિના પ્રભાવે આજે તેઓ અનેક શિષ્યોના ગુરુ છે અને અનેક શાસનપ્રભાવનાના કાર્યો કરી રહ્યા છે. (૧૧) મૂંગો શિષ્ય ઃ ગુરુની દેખીતી રીતે જીવલેણ લાગતી આજ્ઞાના પાલનથી મહાન લાભ થાય છે. આ વિષયમાં મૂંગા શિષ્યનું ઉદાહરણ જાણવા જેવું છે. એક મૂંગા શિષ્યને ગુરુએ કહ્યું, ‘વત્સ ! સામે રહેલા સર્પની લંબાઇ તારી આંગળીઓથી માપી આવ. શિષ્યે ‘તહત્તિ’ કહીને સર્પની પાસે જઇ સાપની લંબાઇ માપવા હાથ લાંબો કાર્યો. ત્યારે ગુસ્સે થયેલા સાપે ભયંકર ફુંફાડો માર્યો. તેથી શિષ્ય ખૂબ જ ડરી ગયો. તેના મોઢામાંથી તીણી ચીસ સાથે શબ્દો નીકળ્યા, ‘ગુરુદેવ ! બચાવો,' તેનો અવાજ સાંભળી ગુરુએ તેને બોલાવી લીધો. શિષ્યને પણ આશ્ચર્ય થયું. જન્મથી મૂંગો તે હવે બોલી શકતો હતો. તેની જીભ બરાબર થઇ ગઇ હતી.
આમ તે શિષ્ય ગુરુ ઉ૫૨ વિશ્વાસ રાખી તેમની આજ્ઞાનું પાલન કર્યું તો તેનું મૂંગાપણું કાયમ માટે જતું રહ્યું. જો તેણે ખોટા વિચારો કરી ગુર્વાશાનું ઉલ્લંઘન કર્યું હોત તો તે જીવનભર મૂંગો રહેત.
(૧૨) સંન્યાસીનો શિષ્ય ઃ દેખીતી રીતે જીવલેણ લાગતી ગુરુની પ્રવૃત્તિ પણ શિષ્યના લાભ માટે જ હોય છે. આ વિષયમાં સંન્યાસીના શિષ્યનું દ્રષ્ટાંત જાણવા યોગ્ય છે.
એક સંન્યાસી અને તેનો શિષ્ય આશ્રમમાં સુતા હતા. અડધી રાતે ત્યાં એક રાક્ષસ આવ્યો. ગુરુ જાગી ગયા. શિષ્ય ઉંઘમાં હતો. ગુરુએ રાક્ષસને પૂછ્યું, ‘તું કેમ આવ્યો છે ?’ તે બોલ્યો, ‘આ તમારો શિષ્ય પૂર્વભવમાં મારો દુશ્મન હતો. તેથી તેને ખાવા આવ્યો છું.' ગુરુએ તેને શિષ્યને છોડી દેવાનો ઉપાય પૂછ્યો. તે બોલ્યો, ‘જો તેના કાળજાનું થોડું માંસ આપશો તો છોડી દઇશ.’ ગુરુ છરી લઇ શિષ્યની છાતી પર બેસી ગયા. શિષ્યની આંખ ખુલી સમર્પણમ્
૮૫