________________
જતો રહ્યો. ગુરુ બચી ગયા. ગુરુના મોઢામાંથી શબ્દો નીકળ્યા, “સ્ત્રીથી તારા વ્રતનો ભંગ થશે.” શિષ્ય બોલ્યો, “આપના શાપને નિષ્ફળ કરીશ. એવા સ્થળે રહીશ કે જ્યાં સ્ત્રી દેખાશે પણ નહી.” આમ કહી તે ગુરુને છોડીને નિર્જન વનમાં ગયો. નદીના કિનારે તેણે કાઉસ્સગ્ન કર્યો. પંદર દિવસે-મહિને મુસાફરો પાસેથી તે પારણું કરતો. ચોમાસું આવ્યું. ધોધમાર વરસાદ પડ્યો. નદી ભરાઇ ગઇ. નદીની અધિષ્ઠાત્રી દેવીએ મુનિને બચાવવા નદીનો પ્રવાહ વાળ્યો. તેથી તેનું નામ કૂલવાલક પડી ગયું.
આ બાજુ કોણિક અને ચેડારાજાનું યુદ્ધ ચાલુ હતું. ચેડારાજા કેમે કરીને જીતાતા ન હતા. તેથી કોણિક અત્યંત ચિંતાતુર હતો. ત્યારે આકાશમાં રહેલ દેવતાએ કોણિકને ઉદ્દેશીને કહ્યું, “જો માગધિકા ગણિકા ફૂલવાલકની પાછળ લાગીને તેને અહીં લઇ આવશે તો અશોકચંદ્ર (કોણિક) વૈશાલીનગરીને તાબે કરી શકશે.' આ સાંભળીને કોણિકે માગધિકા ગણિકાને આદેશ કર્યો, “હે ભદ્ર ! તું ફૂલવાલક મુનિને અહીં લઇ આવ.” તે કપટ શ્રાવિકા બની. એક આચાર્ય મહારાજને તેણીએ “કૂલવાલક મુનિ કોણ છે ? અને ક્યાં છે ?' એ પૂછ્યું. તેણીના ભાવને નહીં જાણતાં આચાર્ય મહારાજે સાચી વાત કરી. તે કપટશ્રાવિકા બની ચૈત્યોને વંદન કરતી કરતી મુનિ પાસે આવી. મુનિને વંદન કરીને તે બોલી, “હે ભગવંત ! પતિ પરલોકવાસી થતાં હું તીર્થયાત્રા કરવા જતી હતી. આપ અહીં તપશ્ચર્યા કરો છો એવું સાંભળી આપને વંદન કરવા અહીં આવી છે. આજે જંગમ તીર્થસ્વરૂપ આપને જોવાથી મારો દિવસ સફળ થયો. હવે ભિક્ષા ગ્રહણ કરીને આપ મારી ઉપર કૃપા કરો.” તેણીના આગ્રહથી ફૂલવાલક ભિક્ષા લેવા ગયો. તેણીએ દુષ્ટદ્રવ્યથી મિશ્રિત મોદક વહોરાવ્યા. તે મોદક વાપરીને કૂલવાલકને ઝાડા થયા. તેથી તે બહુ અશક્ત બન્યો. તે પડખું પણ ફેરવી શકતો નથી. તેણીએ કહ્યું, “અરે ! મારા કારણે આપની આવી અવસ્થા થઇ છે. આપ મને વૈયાવચ્ચ કરવાની અનુજ્ઞા આપો. જે કાંઇ દોષ લાગે તેની આપ આલોચના લઇ લેજો' ફૂલવાલકે તેણીને રજા આપી. તેણી મુનિની સારવાર કરવા લાગી. શરીર દબાવવા અને દવા આપવા તે ક્ષણે ક્ષણે નજીક સરકતી. તે બધું તે તે રીતે કરતી કે જેથી પોતાના શરીરનો સંપૂર્ણ સ્પર્શ મુનિના શરીરને થાય. ધીમે ધીમે તેણીએ તેને સાજો કર્યો. તેણીના કટાક્ષો, શરીરનો સ્પર્શ અને મીઠા વચનોથી મુનિનું મન ચલિત થયું. તે બન્નેના પરસ્પર શયન-આસન વગેરેથી પતિ-પત્નીનો વ્યવહાર થયો. પછી તેણી ફૂલવાલકને કોણિક પાસે લઇ ગઇ. ફૂલવાલકની સહાયથી કોણિકે
સમર્પણમ્