________________
| મહાત્માઓની શારીરિક સેવાથી બંધાયેલા પુણ્યથી બાહુબલીજી થયા. તેમને - વિપુલ બાહુબળ મળ્યું. ચક્રવર્તી કરતા પણ વધુ બાહુબળ તેમને મળ્યું. ભરત ચક્રવર્તી (અને બાહુબલીજી બન્ને અંતે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા.
આમ મહાત્માઓની વૈયાવચ્ચના પ્રભાવે બાહુમુનિ અને સુબાહુમુનિને ભવાંતરમાં ચક્રવર્તીપણું, ભોગસામગ્રી, બાહુબળ, ઋદ્ધિ વગેરે મળ્યા અને અંતે મોક્ષ મળ્યો. આમ વૈયાવચ્ચેના આ અચિંત્ય પ્રભાવને જાણીને આપણે પણ વૈયાવચ્ચમાં તત્પર બનવું જોઇએ.
'વૈયાવચ્ચ ૫ર નંદિપેણ મુનિનું દ્રષ્ટાંત નંદીગામમાં નંદિષેણ નામનો બ્રાહ્મણપુત્ર રહેતો હતો. નાનપણમાં જ તેના માતા-પિતા મરી ગયા હતા. તે મામાને ત્યાં રહેતો હતો. તે યુવાન થયો. તે કદરૂપો હતો, તેથી કોઇ સ્ત્રી તેને ઇચ્છતી ન હતી. મામાની દીકરીઓએ પણ તેનો તિરસ્કાર કર્યો. તેથી વૈરાગ્ય પામી તેણે ચારિત્ર લીધું. છઠ્ઠના પારણે છઠ્ઠ, પારણે આયંબિલ કરવાનો અભિગ્રહ લીધો. શાસ્ત્રો ભણીને અને બધી ક્રિયાઓ શીખીને તેમણે પાંચસો સાધુઓના ગચ્છની વૈયાવચ્ચ કરવાનો અભિગ્રહ લીધો. ઘણા કાળ સુધી ઉત્સાહપૂર્વક તેમણે વૈયાવચ્ચ કરી. એકવાર ઇન્દ્ર પોતાની સભામાં નંદિષેણ મુનિની વૈયાવચ્ચની પ્રશંસા કરી. એક દેવે સાધુના વેષમાં આવી તેમની પરીક્ષા કરી. તેણે કહ્યું, “જંગલમાં એક માંદા સાધુ છે.” તે સાંભળી છઠ્ઠના પારણે હાથમાં પહેલો કોળીયો લઇને બેઠેલા નંદીષેણ મુનિ વાપરવાનું છોડી માંદા સાધુ માટે ઔષધ, પાણી લેવા ગયા. દેવે બધે ઔષધ વગેરે દોષિત કર્યા. છતાં ખેદ કર્યા વિના લાભાંતરાયના ક્ષયોપશમથી નિર્દોષ ઔષધ લઇ તે જંગલમાં ગયા. ત્યાં તેમણે અપવિત્ર, બીભત્સ અને કઠોર-કર્કશ શબ્દોમાં રાડો પાડતા એક સાધુને જોયા. પછી કમભાગીએ આ મહામુનિના મનમાં ખેદ કરાવ્યો. કેવી રીતે આ સાજા થશે ?' એમ વિચારીને તેમણે તેમનું શરીર ધોયું. “ધીરજ રાખો, આપને સાજા કરીશ, ઉપાશ્રયે આવો.” એમ મીઠા વચનોથી નંદિષેણ મુનિએ તેમને આશ્વાસન આપ્યું. તેઓ બોલ્યા, “અરે પાપી ! તું મારી અવસ્થા જાણતો નથી ? હું એક ડગલું પણ ચાલી શકું તેમ નથી.' એટલે નંદિષેણ મુનિએ તેમને પોતાના ખભા પર બેસાડીને ચાલવાનું શરૂ કર્યું. તે મુનિ પણ દુર્ગધી અશુચિ કાઢે છે અને “અરે દુષ્ટાત્મા ! તને ધિક્કાર થાવ, તું સમર્પણમ્
૧૬૭૧ કઈ