________________
આમ સંપ્રતિ મહારાજાએ વિવિધ રીતે ઘણી ગુરુભક્તિ કરી.
(૪) પૂજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજ ઃ ગુરુ ગુસ્સામાં હોય અને ઠપકો આપતાં હોય ત્યારે ગુરુની સામે ન બોલવું. પોતે સાચો હોય તો ખુલાસો પણ ન કરવો. કેમકે તેમ કરવાથી ગુરુને ખોટા પાડવાથી તેમની આશાતના થાય છે. આ વિષયમાં પૂજ્ય સિદ્ધાંતમહોદધિ પ્રેમસૂરીશ્વરજી મહારાજાનું દ્રષ્ટાંત જાણવા યોગ્ય છે.
પૂજ્ય દાનસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં કોઇક સાધુએ એક મુમુક્ષુને એના માતા-પિતાની રજા વિના ખાનગી દીક્ષા આપી દીધી. પૂજ્ય દાનસૂરિ મ. ને કોઇએ કહ્યું-આ દીક્ષા ઉપાધ્યાય પ્રેમવિજયજી એ આપી છે. તેથી તેઓ ગુસ્સે થયા. પ્રેમવિજયજીને બોલાવી તેમણે તેમને ખૂબ ઠપકો આપ્યો. છતાં પ્રેમવિજયજી હાથ જોડી ગુરુ સામે ઊભા રહ્યા. તેમણે ગુરુદેવને કંઇ પણ સામો જવાબ ન આપ્યો પણ મૌનપણે શાંતિથી ગુરુદેવનો ઠપકો સાંભળ્યો. “મારા કારણે ગુરુદેવને ગુસ્સો કરવો પડ્યો.” એમ વિચારી તેમનું હૃદય ભરાઈ ગયું. આંખમાં ઝળઝળીયા આવી ગયા. તેમણે મનમાં ગુરુદેવ માટે કોઇ ખરાબ વિચાર ન કર્યો કે પોતે નિર્દોષ હોવાનો બચાવ ન કર્યો. ગુરુદેવને રડતી આંખે મિચ્છામિ દુક્કડમ્ આપી તેઓ પોતાના આસને ગયા. બપોરે વાપર્યા પછી ગુરુદેવ દાનસૂરીશ્વરજી મહારાજ પ્રેમવિજયજીના શિષ્ય મુનિ હેમંતવિજયજીની સાથે અંડિલભૂમિએ ગયા. રસ્તામાં હેમંતવિજયજીએ દાદાગુરુદેવને કહ્યું, “ગુરુદેવ ! આજે આપે મારા ગુરુદેવને ઠપકો આપ્યો.' દાદાગુરુદેવ બોલ્યા, “તેણે ભૂલ કરી હતી. તેથી તેને સુધારવા મેં ઠપકો આપ્યો હતો. તે તારો ગુરુ છે, મારો તો શિષ્ય જ છે ને !' હેમંતવિજયજી બોલ્યા, ‘ગુરુદેવ ! મારા ગુરુદેવે ભૂલ કરી હોત અને આપે ઠપકો આપ્યો હોત તો બરાબર ગણાત. પણ આપે છે બાબતમાં એમને ઠપકો આપ્યો એ બાબતની એમને કશી ખબર જ નથી. આ દીક્ષા એમણે નથી આપી. એટલું જ નહીં પણ આ દીક્ષા કોણે આપી ? એની પણ એમને ખબર નથી.” દાદાગુરુદેવ બોલ્યા, “તો પછી તેણે મને કહ્યું કેમ નહીં ?' હેમંતવિજયજી બોલ્યા, “ગુરુદેવ ! એ મારા ગુરુદેવના સ્વભાવમાં નથી. તેઓ સાક્ષાત્ વિનયની મૂર્તિ સમા છે. “ગુરુ ઠપકો આપતાં હોય ત્યારે સામું કંઇ પણ ન બોલવું.” આ સિદ્ધાંત તેમણે આત્મસાત્ કર્યો છે. તેઓ
ગુરુ ભક્તિ