________________
આપની સામે ક્યારેય નહી બોલે. તેઓ આપને ક્યારેય ખોટા નહી પાડે. તેઓ આપની સામે પોતાનો બચાવ કે ખુલાસો નહી કરે.' દાદા ગુરુદેવને મનમાં આશ્ચર્ય સાથે પસ્તાવો થયો, ‘મેં એને નકામો ઠપકો આપ્યો.’ ઉપાશ્રયમાં આવી તેઓએ પ્રેમવિજયજીના આસને જઇ તેમને મિચ્છામિ દુક્કડમ્ આપ્યું.' તેમણે પ્રેમવિજયજીને કહ્યું, ‘તેં મને કહ્યું કેમ નહીં કે આ વિષયમાં મને કંઇ ખબર નથી.’ પ્રેમવિજયજી બોલ્યા, ‘ગુરુદેવ ! આ શું કરો છો ? આપે માફી માંગવાની ન હોય. આપને તો મને કહેવાનો અધિકાર છે. આપની સામે મારે શું જીભ ચલાવવી ?' ગુરુદેવ પોતાના આસને ગયા.
આમ પ્રેમવિજયજીની જેમ ગુરુનો ઠપકો સહન કરવો. ગુરુ ઠપકો આપે ત્યારે પોતાનો દોષ હોય કે ન હોય પણ જો શિષ્ય પોતાની ભૂલ સમજીને ગુરુ પાસે માફી માંગે છે તો તેને એકાંતે લાભ છે.
ન
(૫) પૂજ્ય ત્રિલોચનસૂરીશ્વરજી મહરાજા : ગુરુની આપણને ગમતી વાત તો આપણે માનીએ છીએ પણ ખરો શિષ્ય તો તે કહેવાય કે જે ગુરુની પોતાને અણગમતી વાત પણ માને. ગુરુની આજ્ઞા ઉપર ‘આનાથી મને લાભ થશે કે નુકસાન' એવો વિચાર કરવો એ તુચ્છતા છે. ગુરુની આજ્ઞાથી મને એકાંતે લાભ જ થવાનો છે. એવી મજબૂત શ્રદ્ધા રાખી ગુરુની આજ્ઞા સ્વીકારવી અને તેનું પાલન કરવું. ગુરુની આપણને ગમતી આશા જેટલી પ્રસન્નતાથી સ્વીકારીએ તેટલે જ પ્રસન્નતાથી આપણને ન ગમતી આશા પણ સ્વીકારવી. એથી આગળ વધીને કહું તો ગુરુની અમુક આજ્ઞા આપણને ગમે અને અમુક આજ્ઞા આપણને ન ગમે એ આપણી ક્ષુદ્રતા છે. ગુરુની બધી ય આજ્ઞા આપણને ગમવી જ જોઇએ. ગુરુના આજ્ઞાપાલનથી શિષ્યને અણધારી સિદ્ધિઓ સિદ્ધ થાય છે. આ વિષયમાં પૂજ્ય ત્રિલોચનસૂરિ મહારાજાનું ઉદાહરણ જાણવા
યોગ્ય છે.
સિદ્ધાંતમહોદધિ પૂજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્ય પૂજ્ય યશોદેવસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પૂજ્ય ત્રિલોચનસૂરીશ્વરજી મહારાજા દરરોજ એકાસણા કરતા હતા. એકવાર તેમને શરીરમાં તાવ જેવું લાગ્યું. ઢીલાશ લાગી. એટલે ગુરુદેવ પાસે તેમણે નવકારશીનું પચ્ચક્ખાણ માંગ્યું. ગુરુદેવે કહ્યું, ‘નવકારશી કરવાથી તાવ દૂર નહી થાય. ઊલ્ટું અનેક વાર વા૫૨વાથી તાવ વધી જશે. ઉપવાસ એ તાવને દૂ૨ ક૨વાનું અમોઘ સાધન છે. સમર્પણમ્
૭૯