________________
જો તમારે સાજા થવું હોય તો ઉપવાસ કરો.” ત્રિલોચનસૂરિ મહારાજ બોલ્યા, “જેમ આપ કહો તેમ.” ગુરુદેવે કહ્યું, “સોળ ઉપવાસ કર’ શિષ્ય કહ્યું, “ભલે ગુરુદેવે એકસાથે સોળ ઉપવાસનું પચ્ચકખાણ આપ્યું. શિષ્ય પ્રસન્નતાપૂર્વક પચ્ચકખાણ લીધું. ગુરુ માટે તેમને જરાય ખરાબ વિચાર ન આવ્યો. તેમણે ઉપવાસ ચાલુ કર્યા. જોતજોતામાં સોળ ઉપવાસ પૂરા થઇ ગયા. તાવ પણ જતો રહ્યો. શરીર સ્વસ્થ બન્યું. ઉપવાસ ખૂબ સાતાપૂર્વક થયા. સત્તરમા દિવસે ગુરુદેવ પાસે પચ્ચકખાણ લેવા આવ્યા. ગુરુદેવે પૂછ્યું, “શું કરવું છે ?' શિષ્ય કહ્યું, “આપ કહો એ ગુરુદેવ બોલ્યા, “અડધા ઉપવાસ તો થઇ ગયા. હવે
અડધા જ રહ્યા. બીજા સોળ ઉપવાસ કરો એટલે માસક્ષમણ પૂરું થઇ જાય.' શિષ્ય ‘તહત્તિ' કહી ગુરુદેવનું વચન સ્વીકાર્યું. ગુરુદેવે બીજા સોળ ઉપવાસનું એકસાથે પચ્ચકખાણ આપ્યું. શિષ્ય ખૂબ જ પ્રસન્નતાપૂર્વક પચ્ચકખાણ લીધું. બીજા સોળ ઉપવાસ પણ ખૂબ સાતાપૂર્વક થયા. તેત્રીસમા દિવસે ગુરુદેવની આજ્ઞાથી તેમણે પારણું કર્યું.
આમ જેમના શરીરમાં તાવ હતો અને જેમને એકાસણાની બદલે નવકારશી કરવાની ભાવના હતી, એમણે માત્ર ગુરુદેવના વચનથી બત્રીસ ઉપવાસ કર્યા. તેમને ત્રણ લાભ થયા-તાવ ગયો, માસક્ષમણ થયું અને ગુર્વાજ્ઞાનું પાલન થયું.
એકવાર ત્રિલોચનસૂરિ મહારાજે પર્યુષણમાં અઢાઇ કરી. તેઓ એકદમ ઢીલા પડી ગયા હતા. આઠમા દિવસે સંવત્સરી પ્રતિક્રમણ પૂરું થયા પછી મારા ગુરુદેવ પૂજ્ય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા (ત્યારે મુનિ હેમચન્દ્રવિજયજી) તેમના પગ દબાવવા અને સાતા પૂછવા ગયા. હેમચન્દ્રવિજયજીએ તેમને કહ્યું, “કાલે આપને પારણું છે.' ત્યારે તેમનું શરીર ખૂબ અસ્વસ્થ હતું. તેઓ ઊઠી પણ નહોતા શકતા. તેમને ખૂબ ઢીલાશ લાગતી હતી. છતાં તેમણે કહ્યું, “મારા ગુરુદેવની ઇચ્છા છે કે હું નવ ઉપવાસ કરું. માટે કાલે મારે પારણું નથી. કાલે હું નવમો ઉપવાસ કરીશ. તેમણે નવમો ઉપવાસ કરીને દસમા દિવસે પારણું કર્યું.
આમ તેમણે પોતાના શરીર સામે ન જોયું પણ ગુરુની ઇચ્છા સામે જોયું. ગુરુની ઇચ્છા પૂરી કરવા તેમણે નવમો ઉપવાસ કર્યો.
આમ અન્ય શિષ્યોએ પણ ગુરુના વચન અને ઇચ્છાનું પાલન કરીને ગુરુની ખૂબ ભક્તિ કરવી. ૯ ૮૦ ટક
ગુરુ ભક્તિ