________________
ગુરુભક્તિના ફળ સમાન ઋદ્ધિઓ પણ ગૌતમસ્વામી પાસે ઘણી અને અજોડ હતી. પોતે છબસ્થ હોવા છતાં તેઓ જેને જેને દીક્ષા આપતા તેને તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી. “તેમની પાસે કેવળજ્ઞાન આપવાની લબ્ધિ હતી.” એમ કહીએ તો ચાલે. અક્ષણમહાનસલબ્ધિથી તેમણે ખીરના એક પાત્રાથી પંદરસો ત્રણ તાપસમુનિઓને પારણું કરાવ્યું હતું. ગૌતમસ્વામીના નામના સ્મરણમાત્રથી સાધુઓ ભિક્ષામાં ઘણા આહાર-પાણી પામે છે. ગૌતમસ્વામીના નામના સ્મરણમાત્રથી બધા કાર્યો સિદ્ધ થાય છે. અને બધા વિનો નાશ પામે છે. તેમની આ બધી ઋદ્ધિઓનું મૂળ કારણ તેમની ગુરુભક્તિ હતી. માટે બધા શિષ્યોએ ગૌતમસ્વામીની જેમ ગુરુભક્તિ કરવી.
(૨) પુષ્પચૂલા સાધ્વીજી ઃ કદાચ શિષ્યને કેવળજ્ઞાન થઇ જાય અને ગુરુ છવાસ્થ હોય તો પણ જ્યાં સુધી ગુરુને શિષ્યના કેવળજ્ઞાનની ખબર ન પડે અને ગુરુ શિષ્યને ના ન પાડે ત્યાં સુધી કેવળજ્ઞાની શિષ્ય પણ છદ્મસ્થ ગુરુની ભક્તિ કરે. પુષ્પચૂલા સાધ્વીજીએ ગુરુની વૈયાવચ્ચના પ્રભાવે કેવળજ્ઞાન મેળવ્યું અને કેવળજ્ઞાન મળ્યા પછી પણ ગુરુને ખબર ન પડી ત્યાં સુધી ગુરુની વૈયાવચ્ચ કરી.
આમ જો કેવળજ્ઞાની શિષ્ય પણ છબસ્થ ગુરુની સેવા કરતા હોય તો છબસ્થ શિષ્ય તો ગુરુની સેવા અવશ્ય કરવી જોઇએ.
(૩) સમ્મતિ મહારાજા : સમ્રતિ મહારાજાએ પૂર્વભવમાં પોતાને દીક્ષા આપીને મહાન ઉપકાર કરનારા ગુરુ આર્યસુહસ્તિસૂરિજીના ઉપકારનો બદલો વાળવા ગુરુવચનથી જિનધર્મ સ્વીકાર્યો, સવા લાખ જિનમંદિરો બંધાવ્યા, પાષાણની સવા કરોડ જિનપ્રતિમાઓ બનાવડાવી, છત્રીસ હજાર જિનાલયોના જીર્ણોદ્ધાર કરાવ્યા, પિત્તળની પંચાણું હજાર જિનપ્રતિમાઓ બનાવડાવી અને લાખો દાનશાળાઓ ખોલી. વળી તેમણે અનાર્ય દેશોમાં સાધુવેષધારી પુરુષોને મોકલ્યા. તેમણે અનાર્યોને શીખવ્યું કે સાધુઓને ૪૨ દોષરહિત વસ્ત્ર, પાત્રા, આહાર, પાણી, મકાન વગેરે આપવા. આમ સંપ્રતિરાજાએ બુદ્ધિથી યુક્ત શક્તિથી અનાર્ય દેશોને પણ સાધુના વિહારને યોગ્ય બનાવ્યા. તેમણે વસ્ત્ર, પાત્રા, અન્ન, દહીંવગેરે અચિત્ત વસ્તુઓ વેચનારાઓને કહ્યું કે, “તમારે સાધુઓને જોઇતી બધી વસ્તુઓ આપવી. તેનું મૂલ્ય રાજ્યની તિજોરીમાંથી ચૂકવાશે.”
સમર્પણમ્