________________
મારા વેગને અટકાવે છે.” વગેરે વચનો વડે તેમનો તિરસ્કાર કરે છે. મંદિષણ મુનિ પણ મનમાં શુભ ભાવોને વધારતાં અને “આ મહાત્મા શી રીતે સાજા થાય' એમ વિચારતાં “મિચ્છામિ દુક્કડ, હવે બરાબર ચાલીશ” એમ કહીને આગળ જાય છે. તેમના ચારિત્રથી ખુશ થયેલ તે દેવને ઇન્દ્રના વચન પર વિશ્વાસ બેઠો. તેણે તે માયા સંતરીને મુનિને ખમાવ્યા અને સાચી હકીકત કહી.
આમ નંદિષણ મુનિએ એવી વૈયાવચ્ચ કરી કે ઇન્દ્ર પણ તેમની પ્રશંસા કરી. વૈયાવચ્ચ કરવાના તેમના ભાવો એવા ઉત્કૃષ્ટ હતા કે તેઓ દેવની પરીક્ષામાંથી પાર ઉતરી ગયા, તેમણે જરાય ગુસ્સે થયા વિના અને અસદ્ભાવ કર્યા વિના ગ્લાન મહાત્માની વૈયાવચ્ચ કરી. અન્યોએ પણ મગજને શાંત રાખીને અને બધું સહન કરીને વૈયાવચ્ચ કરવી. વૈયાવચ્ચ કરનારે બધું સહન કરવાની તૈયારી રાખવી પડે. તો જ તે વૈયાવચ્ચ કરી શકે. વૈયાવચ્ચ કરનારે સેવ્યને અનુકૂળ થઇને વૈયાવચ્ચ કરવી જોઇએ, મન ફાવે તેમ નહી.
-Thi
૭ર.
ગુરુ ભક્તિ