________________
ગુરુભક્તિના પ્રકારો
ગુરુભક્તિના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે -
(૧) જઘન્ય ગુરુભક્તિ : ગુરુના ગોચરી-પાણી લાવવા, કાપ કાઢવો, શારીરિક સેવા કરવી વગેરે કાર્યો કરવા તે જઘન્ય ગુરુભક્તિ છે. આ ગુરુની કાયિક ભક્તિ પણ કહેવાય.
(૨) મધ્યમ ગુરુભક્તિ ઃ ગુરુના વચનનું પાલન કરવું તે મધ્યમ ગુરુભક્તિ છે. ગુરુના વચન મુજબ બીજાની સેવા કરવી, બીજા યોગોની આરાધના કરવી, બીજાનું કે ગુરુનું કાર્ય કરવું તે મધ્યમ ગુરુભક્તિ છે. આ ગુરુની વાચિક ભક્તિ પણ કહેવાય.
(૩) ઉત્કૃષ્ટ ગુરુભક્તિ : ગુરૂની ઇચ્છા મુજબનું જીવન બનાવવું એ ગુરુની ઉત્કૃષ્ટ ભક્તિ છે. આ ગુરુની માનસિક ભક્તિ પણ કહેવાય. ટુંકમાં, ગુરુની કાયાની આરાધના તે જઘન્ય ગુરુભક્તિ કે કાયિક ગુરુભક્તિ. ગુરુના વચનની આરાધના તે મધ્યમ ગુરુભક્તિ કે વાચિક ગુરુભક્તિ. ગુરુના મનની આરાધના તે ઉત્કૃષ્ટ ગુરુભક્તિ કે માનસિક ગુરુભક્તિ.
જઘન્ય ગુરુભક્તિ કરતા મધ્યમ ગુરુભક્તિ ચઢે અને મધ્યમ ગુરુભક્તિ કરતા ઉત્કૃષ્ટ ગુરુભક્તિ ચઢે.
બીજી રીતે ગુરુભક્તિ ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે –
:
(૧) કાયિક ગુરુભક્તિ કાયાથી ગુરુની ભક્તિ કરવી તે કાયિક ગુરુભક્તિ. દા.ત. ગોચી-પાણી લાવવા, કાપ કાઢવો, કાર્ય કરવું વગેરે.
(૨) વાચિક ગુરુભક્તિ : વચનથી ગુરુની ભક્તિ કરવી તે વાચિક ગુરુભક્તિ. ગુરુની સામે અને બીજાની સામે ગુરુના ગુણાનુવાદ કરવા તે વાચિક ગુરુભક્તિ છે.
(૩) માનસિક ગુરુભક્તિ ઃ મનથી ગુરુની ભક્તિ કરવી તે માનસિક ગુરુભક્તિ દા.ત. ગુરુના ઉપકારો યાદ કરવા, ગુરુ પ્રત્યે ઉછળતું બહુમાન રાખવું, ગુરુના ગુણો વિચારવા વગેરે.
ત્રીજી રીતે ગુરુભક્તિ નવ પ્રકારની છે. તે આ પ્રમાણે –
(૧) માનસિક માનસિક ગુરુભક્તિ : આપણા મનથી ગુરુના મનની
સમર્પણમ્
૭૩