________________
આશીર્વાદ મળે છે. એ આશીર્વાદથી જ્ઞાનાભ્યાસ, તપશ્ચર્યા વગેરે અન્ય આરાધનાઓ આપણને મહેનત વિના, વિઘ્ન વિના અને અલ્પ સમયમાં સિદ્ધ થાય છે. સર્વગુણસંપન્ન બનવા માટે તૈયાવચ્ચ એ shortcut છે. વૈયાવચ્ચની ઉપેક્ષા કરી અન્ય ગુણો મેળવવા પ્રયત્નો કરવા એ longcut છે. વૈયાવચ્ચમાં સમય બગડતો નથી પણ સમયનો સદુપયોગ થાય છે.
(૧૦) ગુરુ ભગવંતની ઇચ્છા હોય કે ન હોય, તો પણ આપણે માત્ર વચનથી નહીં, પણ આદરપૂર્વક ગોચરી-પાણી દ્વારા તેમની ભક્તિ કરવી. કદાચ ગુરુ ભગવંત આપણા ગોચરી-પાણી ન લે તો પણ આપણો પ્રયત્ન નિષ્ફળ જતો નથી, પણ વૈયાવચ્ચ કરવાના સાચા અને ઉછળતાં ભાવો હૃદયમાં હોવાથી આપણને એકાંતે કર્મનિર્જરા થાય છે, કેમકે બંધ અને નિર્જરામાં મુખ્ય કારણ ભાવની અશુદ્ધિ અને શુદ્ધિ છે, બાહ્ય વસ્તુઓ તો માત્ર સહકારી કારણ છે.
(૧૧) ગુરુભગવંતની વૈયાવચ્ચ એ સમ્યકત્વનું લિંગ છે. ગુરુવૈયાવચ્ચથી આત્મામાં રહેલું સમ્યકત્વ જણાય છે. સમ્યકત્વના સડસઠ બોલની સક્ઝાયમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે. વૈયાવચ્ચ ગુરુદેવનું રે, ત્રીજું લિંગ ઉદાર, વિદ્યાસાધક પરિકરે રે, આલસ નવિય લગારરે, પ્રાણી !ધરીએ સમકિત રંગ.૧૪'
વિદ્યાસાધક વિદ્યાની સાધનામાં જરાય પ્રમાદ કરતો નથી. તેને ખબર છે કે થોડા પ્રમાદથી મારી બધી મહેનત નિષ્ફળ જશે, મને વિદ્યા સિદ્ધ નહીં થાય. માટે તે અપ્રમત્ત બનીને વિદ્યાને સાધે છે. એ રીતે કરવાથી તેને વિદ્યા સિદ્ધ થાય છે. આપણે પણ મોક્ષને સાધવાનો છે. મોક્ષ ગુરુકૃપાથી મળવાનો છે. ગુરુકૃપા ગુરુની અપ્રમત્તભાવે સેવા કરવાથી મળે છે. ગુરુની વૈયાવચ્ચમાં પ્રમાદ કરનારની બાકીની બધી મહેનત નિષ્ફળ જાય છે. અપ્રમત્તભાવે ગુરુવૈયાવચ્ચ કરનારને ટુંક સમયમાં મોક્ષ મળે છે.
દરરોજ પ્રયત્નપૂર્વક ગુરુ ભગવંતોની આહાર, પાણી, ઔષધ વગેરેથી વૈયાવચ્ચ જ કરવી. જગતમાં જન્મ, મરણ અને રોગોથી વિનાશશીલ આ શરીરથી વૈયાવચ્ચ સિવાય બીજું કંઇ સાધ્ય નથી. આમ વૈયાવચ્ચનું માહાસ્ય સમજી તેમાં સતત પ્રયત્ન કરવો.
સમર્પણ,