________________
વગેરેના કારણે બાહ્ય વિનય કરી શકતા નથી છતાં પણ વિનય કરવાનો તેનો હાર્દિકભાવ તો અખંડ જ હોય છે. તેથી તે પણ પહેલા ભાંગાવાળા સાધુ જેટલું જ ફળ પામે છે, કેમકે બધે ભાવ જ પ્રધાન છે.
આપણે બીજા અને ચોથા ભાંગામાંથી આપણી બાદબાકી કરવાની છે. આપણે પહેલા ભાંગાવાળા સાધુઓ જેવા બનવાનું છે. તેવો અસાધ્ય રોગ આવે ત્યારે જ ત્રીજા ભાંગામાં પ્રવેશ કરવો, બાકી હંમેશા પહેલા ભાંગામાં જ રહેવું. 'ગુરુ પ્રત્યે ભક્તિ અને હાર્દિક બહુમાન
' ઊભાં કરવાના ઉપાયો ધર્માચાર્યબહુમાનકુલકમાં ગુરુ પ્રત્યે ભક્તિ અને બહુમાન પેદા કરવાના વિવિધ ઉપાયો બતાવ્યા છે. તે આ પ્રમાણે – (૧) જ્ઞાન વગેરે ગુણોથી યુક્ત એવા ગુરુ સંપૂર્ણ વિશ્વમાં પૂજ્ય છે. શિષ્યો માટે તો ગુરુ નજીકના ઉપકારી છે. તેથી શિષ્યો માટે તો ગુરુ અવશ્ય પૂજ્ય છે. (૨) કદાચ એવું બને કે શિષ્યમાં અધિક ગુણો હોય અને ગુરુમાં ઓછા ગુણો હોય તો પણ અધિક ગુણવાળા શિષ્ય અલ્પગુણવાળા ગુરુની આજ્ઞા મસ્તકે ચઢાવવી. (૩) કદાચ ગુરુ શિષ્યના નાના અપરાધમાં પણ મોટો દંડ કરે. કદાચ ગુરુ શિષ્યના થોડા અવિનયમાં પણ એની ઉપર ઘણો ગુસ્સો કરે. કદાચ ગુરુ શિષ્યને કઠોર વચનોથી પ્રેરણા કરે. કદાચ ગુરુ શિષ્યને લાકડીથી મારે. કદાચ ગુરુ ઓછા જ્ઞાનવાળા હોય. કદાચ ગુરુ સુખશીલિયા હોય. કદાચ ગુરુ થોડા પ્રમાદી હોય. છતાં પણ શિષ્ય આવા ગુરુને ભગવાનની જેમ પૂજવા. (૪) નોકર શેઠની આજ્ઞાનું પાલન કરે છે. શિષ્ય પણ જો માત્ર ગુરુની આજ્ઞાનું જ પાલન કરતો હોય તો તે પણ નોકર જ છે. સાચો શિષ્ય તો તે છે જે ગુરુના ઇંગિત(હાવભાવ)ને જાણીને ગુરુનું કાર્ય કરે. (૫) બીજા સાધનોથી કરાયેલી રેખાઓ સમય જતા ભૂસાય જાય છે. વજથી કરાયેલી રેખા ક્યારેય ભૂસાતી નથી. શિષ્યના હૃદયમાં પણ ગુરુભક્તિ વજની રેખાની જેમ વસવી જોઇએ, એટલે કે તે ક્યારેય ઘટવી ન જોઇએ અને જતી ન રહેવી જોઇએ. જો શિષ્યના હૃદયમાં ગુરુભક્તિ વજની રેખાની જેમ ન વસી
ગુરુ ભક્તિ